ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે વોટિંગ, નાયડૂ-ગાંધી વચ્ચે સીધી જંગ...સાંજે આવશે પરિણામ

શનિવાર, 5 ઑગસ્ટ 2017 (10:18 IST)

Widgets Magazine
venkaiah - gandhi

દેશમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે શનિવારે મતલબ આજે મતદાન થવા જઈ રહ્યુ છે. મતદાન દસ વાગ્યાથી સાંજે પાચ વાગ્યા સુધી રહેશે. સાથે જ સાંજે સાત વાગ્યા સુધી પરિણામ પણ આવી જશે.  ભારતના 15માં ઉપરાષ્ટ્રપતિ માટે ચૂંટણી મેદાનમાં એનડીએ તરફથી વેંકૈયા નાયડૂ છે તો બીજી બાજુ વિપક્ષમાંથી પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ અને ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધી છે. 
 
મતદાનમાં સાંસદ પોતાની પસંદ જાહેર કરવા માટે વિશેષ રૂપે તૈયાર કલમનો ઉપયોગ કરશે.ચૂંટણી પંચના અધિકારીઓએ પરંપરાને ટાંકતા કહ્યું કે, મતદાન પછી તરત જ વોટોની ગણતરી થશે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં રાજનીતિક દળ વ્હિપ રજુ કરી શકતા નથી.. કારણ કે વોટ ગોપનીય મતપત્રના માધ્યમથી નાખવામાં આવે છે. 
 
રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન રામનાથ કોવિંદની ઉમેદવારીને સમર્થન કરનાર બીજદ અને જેડીયૂએ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગોપાલકૃષ્ણ ગાંધીને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. જોકે જેડીયૂએ બિહારમાં મહાગઠબંધનનો સાથ છોડ્યા બાદ ભાજપની સાથે મળીને સરકાર બનાવી છે, પરંતુ પાર્ટીએ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રહી ચૂકેલ ગાંધીના પક્ષમાં મતદાન કરવાનો નિર્ણય કર્યો છે.ગોપાલકૃષ્ણ ગાંધીને કોંગ્રેસ, સીપીએમ, સીપીઆઇ, એનસીપી, નેશનલ કોન્ફરન્સ, ડીએમકે અને રાજદ સહિતની ૧૮ વિપક્ષી પાર્ટીઓએ પોતાના સંયુક્ત ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતના પુરગ્રસ્તોને 500 કરોડના પેકેજનો વિવાદ, નીતિન પટેલ કેબિનેટ મીટિંગ છોડીને ચાલ્યા ગયાં

ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં આવેલા ભારે પૂરના કારણે સર્જાયેલી પરિસ્થિતિને થાણે ...

news

ગુજરાતમાં વરસાદની જેમ જામતું રાજકારણ, આનંદીબેન જૂથના ધારાસભ્યો ભાજપ હાઈકમાન્ડથી નારાજ

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે રાજકીય ગરમીનો પારો વધી રહ્યો છે. એક ...

news

રાહુલ ગાંધીની કાર પર પત્થરમારો કરાયો, કારના કાચ તૂટ્યાં, મોદી મોદીના નારા લાગ્યાં

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતમાં પુરગ્રસ્ત બનાસકાંઠાની મુલાકાતે આવી ...

news

ગુજરાતમાં સિહોંની સંખ્યામાં વધારો, 80 વર્ષ બાદ સંખ્યા 650 પર પહોંચી

દુનિયામાં એશિયાટિક સિંહોની વસ્તી ધરાવતા ગીર અભ્યારણ અને તેની આસપાસના વિસ્તારોમાં સિંહોની ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine