બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , બુધવાર, 22 સપ્ટેમ્બર 2021 (22:35 IST)

સાડી પહેરેલ મહિલાને હોટલમાં ન મળી એંટ્રી, જાણો કેમ

આજે બપોરથી જ ટ્વિટર પર #Saree ટ્રેંડ કરી રહ્યુ છે. જેનુ કારણ એ છે એક એક વાયરલ વીડિયોમાં મહિલાને દિલ્હીના એક રેસ્ટોરેંટમાં પ્રવેશ એટલા માટે ન આપ્યો કારણ કે તેણે સાડી પહેરી હતી. મહિલાએ પોતાની સાથે બનેલી આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર નાખી દીધો. જ્યારબાદ આ મુદ્દો ગરમ થઈ ચુક્યો છે. 
 
વાયરલ વીડિયોમાં, મહિલા રેસ્ટોરન્ટના મેંબર્સને આ પૂછતી જોવા મળી રહી છે કે મને બતાવો ક્યા લખ્યુ છે કે સાડી પહેરીને રેસ્ટોરેંટમાં આવવાની મંજુરી નથી.  મહિલા કર્મચારીઓને ડ્રેસ કોડના નિયમ વિશે પૂછે છે અને તેમને આ નિયમ લેખિતમાં બતાવવા કહે છે.
 
વીડિયોમાં એ જ મહિલા કર્મચારીને એમ કહેતા સાંભળી શકાય છે કે અમે ફક્ત સ્માર્ટ આઉટફિટવાળાઓને જ પ્રવેશ આપીએ છીએ.  જેના પર વીડિયો રેકોર્ડ કરનારી મહિલા પૂછે છે કે સ્માર્ટ આઉટફિટ શુ હોય છે તમે જરા બતાવશો. કૃપા કરીને સ્માર્ટ પોશાકને પરિભાષિત કરો જેથી હુ સાડી પહેરવી બંધ કરી દઉ. 
 
વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર લોકોએ રેસ્ટોરન્ટની સખત નિંદા કરી. રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ ટીમને આ સ્માર્ટ આઉટફિટ કોડ અને આ ભેદભાવભર્યા વર્તન અંગે ઘણા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે.