શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 23 સપ્ટેમ્બર 2017 (00:38 IST)

#Weare18 - વેબદુનિયાના 18 વર્ષ

વેબદુનિયાની યાત્રા શરૂ થાય છે 18 વર્ષ પહેલા મતલબ  23 સપ્ટેમ્બર 1999થી.. ત્યારે ઈંટરનેટ પર અંગ્રેજીનુ જ સામ્રાજ્ય હતુ. એવા સમયમાં હિન્દી તમિલ તેલુગૂ કન્નડ અને મલયાલમ ભાષામાં પોર્ટલની શરૂઆત અભૂતપૂર્વ અને કાલ્પનિક પગલુ હતુ.  ભાષાયી ક્રાંતિ માટે પણ આ દિવસને યાદ કરવામાં આવે છે. વેબદુનિયાએ 18 વર્ષની આ યાત્રામાં અનેક ઉતાર ચઢાવ પણ જોયા પણ યાત્રા અવિરત ચાલુ રહી.. આ દરમિયાન અનેક વાર પોર્ટલનુ સ્વરૂપ પણ બદલાયુ.. વેબદુનિયાએ અન્ય ભાષાઓની શ્રેણીમાં 2007માં વેબદુનિયા મરાઠી અને વેબદુનિયા ગુજરાતીને લોન્ચ કરવાની સાથે 2007માં યૂનિકોડ ફૉન્ટ અપનાવ્યો. 
 
ઓનલાઈન પત્રકારિતાના ક્ષેત્રમાં વેબદુનિયાએ હંમેશા જ નવા કીર્તિમાન રચ્યા. વેબ પર વીડિયો સમાચાર, વેબ સંપાદકીય 
 
વેબવાર્તા. ફિલ્મ સમીક્ષાની શરૂઆતનો શ્રેય પણ વેબદુનિયાને જ જાય છે. આ કડીમાં એકવાર ફરી વેબદુનિયા અનેક સાજ-સજ્જા સાથે તમારી સામે છે.  સૌથી ખાસ વાત છે તેનો મોબાઈલ એપ જેના માધ્યમથી ફક્ત તમે સમાચાર અને વીડિયો જ નહી પણ તમે વેબ રિપોર્ટર બનીને સામાજીક જવાબદારી પણ નિભાવી શકશો.. તમે વેબદુનિયા એપ દ્વારા તમારા આસપાસની ઘટનાઓને ફોટો, વીડિયો અને સમાચાર મોકલીને વેબ રિપોર્ટર પણ બની શકો છો. 
 
વેબદુનિયા પર સમાચાર જ નહી ધર્મ-સંસ્કૃતિ, જ્યોતિષ, સ્વાસ્થ્ય, ફિલ્મ અને સમસામયિક વિષયો પર આલેખ સાથે જ લોકપ્રિય અને રોચક વિષયો પર હજારોની સંખ્યામાં વીડિયો ઉપલબ્ધ છે.  વેબદુનિયાના યૂટ્યુબ પ્લેટફોર્મ પર સાઢા 5 હજારથી વધુ વીડિયો ઉપલબ્ધ છે અને લગભગ એક લાખ તેના સબ્સક્રાઈબર છે.  સાથે જ ફેસબુક, ટ્વિટર, ઈંસ્ટાગ્રામ, શેયર ચૈટ વગેરે સોશિયલ મીડિયા મંચ પર વેબદુનિયાની સશક્ત અને પ્રભાવશાલી ઉપસ્થિતિ છે. 
 
વેબદુનિયાની આ ઉપલબ્ધિયો તો એક મુકામ માત્ર છે.  વેબદુનિયાને પોતાના પાઠકોના વિશ્વાસ કાયમ રાખતા ખૂબ લાંબી યાત્રા ખેડવાની છે અને સાથે જ ઓનલાઈન પત્રકારિતાના ક્ષેત્રમાં બીજા અનેક માર્ગસૂચક સ્તંભ સ્થાપિત કરવાના છે.