શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 14 મે 2018 (13:16 IST)

પં. બંગાળ ચૂંટણી: હિંસામાં 5ના મોત, બેલેટ બોક્સ અને ગાડીઓ ફુંકી

પશ્ચિમ બંગાળમાં સોમવારે ચાલી રહેલ પંચાયત ચૂંટણી મતદાન દરમિયાન બે વિરોધી જૂથમાં ઝડપ થયા પછી બે લોકોના મોત થયા છે. જ્યારે કે અનેક લોકો ઘાયલ થવાના સમાચાર છે. એવુ પણ સાંભળવા મળ્યુ છે કે બેલેટ બોક્સમાં આગ લગાડવામાં આવી છે. અનેક ગાડીઓ ફુંલી મારવામાં આવી અને ચૂંટણી અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. સમાચાર મુજબ હિંસામાં દક્ષિણ 24 પરગના અને 3 લોકોના મોત થયા છે. જ્યારે કે ઉત્તર 24 પરગનામાં 1 નુ મોત. તો બીજી બાજુ મુર્શિદાબાદમાં 1નું મોત થયુ. 
 
પંચાયત ચૂંટણીની કુલ 58,692 સીટોમાંથી તૃણમૂળ કોંગ્રેસ પહેલા જ 20,163 સીટો પર નિર્વિરોધ જીતી ચુકી છે. જ્યારથી પંચાયતી રાજ શરૂ થયુ છે અત્યાર સુધીનો આ રેકોર્ડ છે. જો કે આ લડાઈ વામપંથી દળ અને કોંગ્રેસ માટે જીવંત રહેવાનો સંઘર્ષ છે.  જ્યારે કે ભાજપાને આશા છે કે તે ખુદને વિપક્ષી પાર્ટી તરીકે સ્થાપિત કરી શકે. 
 
 
વોટિંગ આજે સવારે 7 વાગ્યે શરૂ થયુ અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. હાલ મતદાન કરવા માટે લોકો સવારથી જ લાઈનમાં છે. ઉલ્લેખનીય છે કે આજે 621 જીલ્લા પરિષદ 6157 પંચાયત સમિતિ માટે 20 જીલ્લાની 31,827 ગ્રામ પંચાયતોમાં વોટિંગ ચાલી રહ્યુ છે.