રવિવાર, 17 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 7 ડિસેમ્બર 2016 (12:20 IST)

છેવટે કેટલી સંપત્તિ છોડી ગઈ છે જયલલિતા ? કોણ છે વારસદાર ?

68 વર્ષની જયલલિત પોતાની પાછળ લાખો સમર્થક અને અન્નાદ્રમુક પાર્ટી છોડીને ગઈ છે.  હવે સામાન્ય અને ખાસ લોકોમાં ચર્ચા જે વાતની થઈ રહી છે એ છે કે તેની સંપત્તિ કેટલી છે અને કોણે મળશે ? હાલ એ સ્પષ્ટ નથી કે કાયદાકીય રૂપે તેનો કોઈ વારસદાર નથી. તેથી તેની સંપત્તિ કોણે મળશે, જેને લઈને ચર્ચા અને અટકળો ચાલી રહી છે. 
 
2016ના વિધાનસભા ચૂંટણી દરમિયાન જયલલિતાએ ચેન્નઈના ડો. રાધાકૃષ્ણન નગર વિધાનસભા ક્ષેત્રથી ચૂંટણી લડી. વિધાનસભા ચૂંટ્ણી દરમિયાન ભરેલા સોગંધનામા મુજબ જયલલિતાની કુલ સંપત્તિનુ મૂલ્ય 113,73,38,586 રૂપિયા હતુ. 
 
સોગંધનામા મુજબ જયલલિતા પાસે સોગંધનામુ ભરતે વખતે 41000 રૂપિયા કેશ હતી. આ ઉપરાંત તેના ખાતામાં 10,63,83,945 રૂપિયા જમા હતા.  જયલલિતાની સંપત્તિમાં 27,44,55,450રૂપિયાના બ્રાંડ, ડિબેન્ચર અને કંપનીઓના શેયર હતા.  પણ ખાસ વાત એ છેકે જયલલિતાએ પોતાનો વીમો નહોતો કરાવ્યો અને ન તો કોઈ અન્ય પ્રકારનો વીમો તેણે કરાવ્યો હતો. 
 
ચલ સંપત્તિમાં જયલલિતા પાસે બે ટોયેટા પ્રાડો એસએયૂવી, એક કંટેસા, એક એમ્બેસેડર, મહિન્દ્રા બોલેરો અને મહિન્દ્રા જીપ સહિત કુલ નવ ગાડીઓ છે.  જેનુ બજાર મૂલ્ય લગભગ 42,25,000 રૂપિયા બતાવ્યુ છે. 
 
જયલલિતા પાએ કેટલાક ઘરેણા હતા. જેની માહિતી પણ સોગંધનામામાં આપી હતી. જેના મુજબ જયલલિતા પાસે સોનાના લગભગ 
21280.300 ગ્રામ (મતલબ લગભગ 21 કિલો સોનુ) છે. જેને કર્ણાટકના રાજસ્વ વિભાગે જપ્ત કરી લીધુ હતુ. 
 
આ ઉપરાંત જયલલિતા પાસે 1250 કિલોગ્રામ ચાંદીના ઘરેણા હતા. જેનુ બજાર મૂલ્ય  3,12,50,000 બતાવવામાં આવ્યુ છે. 
 
મતલબ કુલ મળીને જયલલિતાની પાંચ 41 કરોડથી વધુની ચલ સંપત્તિ છે. રસપ્રદ વાત એ છે કે જયલલિતાના કુલ 25 બેંક ખાતા છે. જેના આવકથી વધુ સંપત્તિ જામ કરવા મામલે જયલલિતાના સાત એકાઉંટ ફ્રીજ કરવામાં આવી ચુક્યા છે. 
 
જયલલિતાના છ બેંક ખાતામાં એક એક કરોડથી વધુની રકમ છે. જ્યારે કે બે ખાતામાં 99-99 લાખ રૂપિયાથી વધુ છે. 
 
અચલ સંપત્તિના હિસાબથી જયલલિતા પોએસ ગાર્ડનમાં રહેતી હતી.  આ તેમનુ પોતાનુ રહેઠાણ છે. જે લગભગ 24000 વર્ગફીટમાં ફેલાયેલુ છે.  જેનો બિલ્ટઅપ એરિયા 21,662 વર્ગફીટ છે. જેનુ બજાર મૂલ્ય 43.96 કરોડ રૂપિયા બતાવવામાં આવ્યુ છે.  આ મકાનને જયલલિતાએ પોતાની મા સાથે વર્ષ 1967માં લગભગ 1,32,009 રૂપિયામાં ખરીદ્યુ હતુ. આ મકાન ઉપરાંત જયલલિતાની અચલ સંપત્તિમાં ચાર કમર્શિયલ બિલ્ડિંગોનો સમાવેશ છે. જેનુ કુલ મળીને બજાર મૂલ્ય 13 કરોડથી પણ વધુ આંકવામાં આવ્યુ છે. 
 
આ ઉપરાંત ખેતીના નામ પર જયલલિતા પાસે 14.5 એકરનો એક પ્લોટ તેલંગાનાના હૈદરાબાદમાં છે. જેનુ મૂલ્ય લગભગ 14.78 કરોડ આંકવામાં આવ્યુ છે. આ પ્લોટ પણ જયલલિતાએ પોતાની મા સાથે જ વર્ષ 1968માં 1,78,313 રૂપિયામાં ખરીદ્યો હતો. 
 
જયલલિતાના નામ પર તમિલનાડુના કાંચીપુરા જીલ્લામાં 3.43 એકરનો પ્લોટ પણ છે. જેનુ બજાર મૂલ્ય 34 લાખ રૂપિયાથી વધુ છે. 
 
જયલલિતાની કુલ અચલ સંપત્તિ 72,09,83,190 રૂપિયાની છે. ચલ અને અચલ સંપત્તિને મળીને જયલલિતાની કુલ સંપત્તિ 113 કરોડના પાર જઈ રહી છે. ખાસ વાત એ છે કે પોતાના ચૂંટણી સોગંધનામામાં જયલલિતાએ પોતાના વ્યવસાય ખેતી બતાવ્યો છે. 
 
આમ તો જયલલિતા ઉપર 2.04 કરોડ રૂપિયાની લોન પણ છે. તેમણે આ લોન ઈંડિયન બેંકમાંથી લીધી હતી. જયલલિતાએ બેંકમાંથી કુલ 1.39 કરોડ રૂપિયાની લોન લીધી હતી. જેની દેનદારી ચૂંટણી લડતી વખતે 2.04 કરોડ રૂપિયા થઈ ગયુ હતુ. 
 
બીબીસીની તમિલ સેવા મુજબ જયલલિતાની પોતાની કોઈ વસિયત હતી એવી કોઈ જાણ હજુ સુધી થઈ નથી. આવામાં સૌથી મોટો સવાલ એ છે કે જયલલિતાની સંપત્તિ પર કોનો હક રહેશે.  કાયદાકીય રૂપે શશિકલા અને તેમનો પરિવાર જયલલિતાની સંપત્તિ પર પોતાનો દાવો કરી શકતા નથી. 
 
જયલલિતા પર વર્ષ 1996માં ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આવકથી વધુ સંપત્તિ મેળવવાનો કેસ નોંધાવ્યો હતો. 18 વર્ષ પછી બેંગલુરુની વિશેષ કોર્ટે 27 સપ્ટેમ્બર 2014ના રોજ તેમને દોષી જોતા ચાર વર્ષના કેદ સાથે 100 કરોડ રૂપિયાના દંડની સજા સંભળાવી હતી. 
 
તેના પર વર્ષ 1991-1996  દરમિયાન પ્રથમવાર મુખ્યમંત્રી પદ પર રહેતા 66.65 કરોડ રૂપિયા (30 કિલો સોનુ અને 12,000 સાડીઓ સહિત)ની સંપત્તિ જમા કરવાનો આરોપ હતો. જો કે પછી 11 મે 2015ના રોજ કર્ણાટક હાઈકોર્ટે તેમને આ મામલે મુક્ત કરી દીધા હતા.