ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 8 ડિસેમ્બર 2022 (10:36 IST)

Bipin Rawat- કોણ છે ભારતના પ્રથમ કમાંડર-ઇન-ચીફ જનરલ બિપિન રાવત?

bipin rawat
જનરલ બિપિન રાવતે શિમલાની સેન્ટ ઍડવર્ડ્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેઓ કટક ખાતે રાષ્ટ્રીય ડિફેન્સ એકૅડેમીમાં ભણ્યા અને પછી તેઓ ડિસેમ્બર 1978માં દેહરાદૂનમાં ભારતીય સેના તાલીમકેન્દ્રમાં ઇલેવન્થ ગોરખા રાઇફલ્સ ડિવિઝનની પાંચમી રેજીમેન્ટમાં જોડાયા.
તેમને ટ્રેનિંગ માટેની જવાબદારી સોંપવામાં આવી હતી. એ સિવાય દેહરાદૂનમાં ઇન્ડિયન આર્મી ટ્રેનિંગ સેન્ટરમાં તેમને 'ચીફ ઑફ સ્ટાફ ઑફ ધ ઇન્ડિયન આર્મી ડિરેક્ટોરેટ'ની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે સૅન્ટ્રલ રિજનમાં લૉજિસ્ટિક્સ ડિવિઝન ઑફિસર તરીકે પણ જવાબદારી નિભાવી.
બિપિન રાવતે અંડર સેક્રેટરી ઑફ ડિફેન્સ તરીકે આર્મી સેક્રેટરી ડિવિઝન માટે કામ કર્યું.
બિપિન રાવત વૅલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસ ટ્રેનિંગ કૉલેજથી ગ્રૅજ્યુએટ થયા હતા અને નેશનલ ડિફેન્સ કૉલેજથી પણ તેઓ અનેક વિષયોમાં ગ્રૅજ્યુએટ થયા હતા.
બિપિન રાવતે અમેરિકામાં ફૉર્ટ લીવનવર્થમાં મિલિટ્રી કમાંડર્સ માટેની તાલીમ પણ લીધી હતી.
જનરલ બિપિન રાવતે રાષ્ટ્રીય સુરક્ષા અને લીડરશિપ પર અનેક લેખો પણ લખ્યા છે.
તેમને યુનિવર્સિટી ઑફ ચેન્નાઈથી ડિફેન્સ સ્ટડીઝમાં એમ.ફિલ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. તેમની પાસે મૅનેજમેન્ટ અને કમ્પ્યુટર સાઇન્સની બૅચલર ડિગ્રી હતી.
ડિસેમ્બર 2016 માં તેમને કમાંડર-ઇન-ચીફ નિયુક્ત કરાયા હતા.

 
સૈનિક પરિવારમાં જન્મ
જનરલ રાવતનો જન્મ 16 માર્ચ, 1958ના રોજ ઉત્તરાખંડના પૌડી જિલ્લામાં એક સૈન્ય પરિવારમાં થયો હતો. તેમના પિતા સૈન્યમાં લેફ્ટન્ટ જનરલ હતા.
 
ભારતીય સૈન્યની વેબસાઇટ પર અપાયેલી જાણકારી અનુસાર જનરલ રાવત 1978માં સેનામાં સામેલ થયા હતા.
 
શિમલાની સેન્ટ ઍડવર્ડ્સ સ્કૂલમાંથી ભણ્યા બાદ તેમણે ખડકવાસલાની નેશનલ ડિફેન્સ અકાદમીમાં સૈન્ય પ્રશિક્ષણ હાંસલ કર્યું.
 
દેહરાદૂનની ઇન્ડિયન મિલિટરી અકાદમીથી ટ્રેનિંગ મેળવ્યા બાદ તેઓ 11મી ગોરખા રાઇફલ્સ ટૂકડીની પાંચમી બટાલિયનમાં સેકન્ડ લેફ્ટનન્ટ બન્યા. ગોરખા બ્રિગેડમાંથી સેનાના સર્વોચ્ચ પદ પર પહોંચનારા તેઓ ચોથા ઑફિસર હતા.
 
ચાર દાયકા લાંબા સૈન્ય જીવનમાં જનરલ રાવતને સૈન્યમાં બહાદુરી અને યોગદાન માટે પરમ વિશિષ્ટ સેવા મેડલ, ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ, યુદ્ધ સેવા મેડલ, સેના મેડલ અને વિશિષ્ટ સેવા મેડલ સિવાય અન્ય ઘણાં સન્માન મળ્યાં હતાં.