બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 8 ફેબ્રુઆરી 2023 (13:04 IST)

મકાન તો ન બન્યુ.. ઘર જરૂત પડી ભાંગ્યુ, PM Awasનો પહેલો હપ્તો મળતા જ પત્નીઓ પ્રેમીઓ સાથે ફરાર

pm awas yojna
ઉત્તર પ્રદેશના બારાબંકીમાં, સરકારે આપેલા પીએમ હાઉસિંગ માટેના પ્રથમ હપ્તામાં ઘર તો નથી બનાવ્યું પણ 'ઘર' તોડ્યું. વાસ્તવમાં, બારાબંકીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બનનો પ્રથમ હપ્તો પહોંચ્યા પછી, ચાર મહિલાઓ તેમના પતિને છોડીને તેમના પ્રેમી સાથે ભાગી ગઈ છે. પત્નીઓની આ બેવફાઈ અને લોભામણે વિસ્તારના બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે. હવે સ્થિતિ એવી છે કે પત્નીઓ ભાગી ગયા બાદ હવે તેમના પતિઓ વિભાગોમાં ફરતા થયા છે.
 
આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો છે જ્યારે હપ્તો છૂટ્યાના એક વર્ષ પછી પણ મકાનનું બાંધકામ શરૂ થયું નહી. જે બાદ નોટિસ આપવામાં આવી હતી. જેથી નોટિસના જવાબમાં પતિઓ ડુડા ઓફિસે પહોંચ્યા હતા અને સમગ્ર મામલાનો ખુલાસો કર્યો હતો અને બીજો હપ્તો મોકલવા પર પ્રતિબંધની માંગ કરી હતી. જેના પર તેમને 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે, જો આ પછી પણ તેઓ તેમની પત્નીઓને પરત નહીં લાવી શકે તો રિકવરી નોટિસ આપવામાં આવશે.
 
હવે બીજો હપ્તો ખાતામા ન નાખશો 
 
રાજધાની લખનૌને અડીને આવેલા બારાબંકી જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં પીએમના ઘર માટે સરકાર તરફથી પહેલો હપ્તો મળતા જ પત્નીઓ બેવફા બની ગઈ. આ મહિલાઓ પોતાના પતિને છોડીને પ્રેમીઓ સાથે ભાગી ગઈ હતી. બીજી બાજુ પત્નીઓ ભાગી જવાથી પરેશાન પતિઓ સામે બે સમસ્યાઓ ઉભી થઈ છે. એક તો અત્યાર સુધી નિર્માણ કામ શરૂ ન કરવાને કારણે નગરીય વિકાસ અભિકરણે તેમને નોટિસ મોકલી છે. બીજી બાજુ વિભાગ દ્વારારિકવરી કરવાનો ભય ઉભો થયો છે. બીજી બાજુ હવે પીડિત અસમજંસમા પડી ગયા છે કે તેઓ શુ કરે.  જ્યારબાદ બધા પીડિત પતિઓએ પીઓ ડૂડા પાસે બીજો હપ્તો ન મોકલવાની વિનંતી કરી છે. 
 
ખાતામાં પચાસ હજાર આવતા જ પત્નીઓ ફરાર થઈ ગઈ
તમને જણાવી દઈએ કે શહેરી વિસ્તારના બેઘર લોકો માટે પાકાં મકાનો બનાવવા માટે પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના છે. આ યોજનામાં મહિલાઓ પણ લાભાર્થી છે. આ અંતર્ગત જિલ્લાની નગર પંચાયત બેલહારા, બાંકી, જૈદપુર અને સિદ્ધૌરની ચાર મહિલા લાભાર્થીઓના ખાતામાં આવાસનો પ્રથમ હપ્તો મોકલવામાં આવ્યો હતો.પરંતુ ઘરના પ્રથમ હપ્તાના પચાસ હજાર રૂપિયા લીધા બાદ આ ચારેય મહિલાઓ તેમના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે. હવે તેમના પતિ કહે છે કે સાહેબ, પત્નીના ખાતામાં બીજો હપ્તો ન મોકલો, કારણ કે મારી પત્ની પહેલો હપ્તો લઈને તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે.