બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 31 મે 2017 (11:23 IST)

Yogi આદિત્યનાથ CM બન્યા પછી પહેલીવાર અયોધ્યાની મુલાકાતે

યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યાની મુલાકાતે છે. સીએમ બન્યા પછી આજે પહેલીવાર તેઓ અયોધ્યા આવ્યા છે. તેમના પ્રવાસને લઈને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર વિસ્તાર છાવણીમાં ફેરવાય ગયો છે. મુખ્યમંત્રી ફૈજાબાદ હવાઈ પટ્ટી પરથી અયોધ્યા આવ્યા. ત્યાથી સીધા હનુમાનગઢી મંદિર પહોંચ્યા અને 10 મિનિટ સુધી પૂજા અર્ચના કરી. ત્યારબાદ રામલલાના મંદિરમાં પહોંચ્યા ત્યા ભક્તોની ભીડ પણ ખૂબ હતી. અહીથી તેઓ સરયૂ નદીના ઘાટ પહોંચ્યા અને પૂજા અર્ચના કરી. 
 
મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ તેમનું અયોધ્યા જવું નક્કી હતું, પરંતુ બાબરી ધ્વંસ કેસમાં બીજેપીના વરિષ્ઠ નેતાઓ પર આરોપ નક્કી થવાના તત્કાલ બાદ ત્યાં અચાનક જવાના નિર્ણયથી શાસકીય માહોલ બદલાઈ ગયો  છે. 
 
યોગી પોતાની મુલાકાતમાં દિગંબર અખાડા પણ જશે. અખાડાના મહંત રહી ચૂકેલા રામચંદ્ર પરમહંસ પણ અયોધ્યાના આંદોલનનો હિસ્સો હતા અને પોતાના છેલ્લા શ્વાસ સુધી વિવાદિત સ્થળ પર રામ મંદિર બનાવવા માટે લડતા રહ્યા હતા. પરમહંસ અને યોગીના ગુરુ રહેલા મહંત અવૈદ્યનાથે અનેક વર્ષો સુધી અયોધ્યા આંદોનને સફળ બનાવવા માટે સાથે મળીને કામ કર્યું હતું. અવૈદ્યનાથ રામ મંદિર બનાવવા માટે બનેલી વીએચપી સમર્થિત કમિટીના ચેરમેન છે
 
અયોધ્યામાં સીએમ યોગીના અન્ય પોગ્રામ - તેના બાદ અવધ યુનિવર્સિટીના સભાગારમાં પાર્ટી સંગઠનના પદાધિકારીઓ સાથે વિચારવિમર્શ કરશે. યુનિવર્સિટીના ડિટોરિયમમાં ફૈઝાબાદ મંડળના વિકાસ કાર્યો અને લો એન્ડ ઓર્ડરની રિવ્યુ મીટિંગ કરશે. તેના બાદ દિગંબર અખાડા જશે. યોગી દીનબંધુ આઈ હોસ્પિટલનું ઈન્સ્પેક્શન પણ કરશે અને મહંત નૃત્ય ગોપાલદાસના જન્મોત્સવમાં સામેલ થશે. ગોપાલદાસ રાજન્મભૂમિ ન્યાયના અધ્યક્ષ પણ છે.યોગી ફૈઝાબાદના હેડ પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવાનું ઈનોગ્રેશન કરશે. તેના બાદ તે લખનઉ જવા રવાના થશે.