શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Updated : સોમવાર, 3 એપ્રિલ 2017 (17:06 IST)

નવરાત્રની નવમીએ કરો જીવનની 9 સમસ્યાઓ માટે પાનના 9 ટોટકા

પૈસાની ઉણપ હોય કે આકર્ષણ શક્તિ વધારવી હોય, નવરાત્રીના નવમીએ પાનના આ 9 ટોટકામાંથી કોઈ એક કરો જે તમારા માટે  લાભકારી હોય..... 

 
પૈસાની ઉણપ 
નવમી કે અષ્ટમીએ માતાનું ધ્યાન કરી ઘરના મંદિરમાં ગાયના છાણા પર પાન, લવિંગ, કપૂર અને ઈલાયચી ગૂગ્ગળ સાથે જ થોડા મીઠુ નાખી માતાને ધૂની આપો. 

પ્રેમ વધારવા માટે 
નવમીની રાત્રે ચંદન અને કેસર પાવડર મિકસ કરી પાન પર મુકો પછી દુર્ગાદેવીના ફોટા સામે બેસી ચંડી સ્ત્રોતનો પાઠ કરો.   દરરોજ આ પાવડરનું તિલક લગાડો. 
અટકળોને દૂર કરો 
માતાના મંદિરમાં પાનનું  બીડુ ચઢાવો આ પાનમાં કાથો, ગુલકંદ, વરિયાળી નારિયળનું છીણ અને સુમન કતરી નાખી લવિંગ દ્વારા  પાનનું બીડુ બંધ કરો.  આ પાનમાં સોપારી અને ચુનો નાખવો નહી. 
 

વ્યાપારમાં વૃદ્ધિ 
કોઈ પણ દેવી મંદિરમાં જઈને આપણી ભૂલો માટે માફી માંગો. માતાને પાનનું બીડુ ચઢાવો અને 9 મીઠા પાન કન્યાઓને દાન કરો. 
ખરાબ નજર માટે 
માતાના મંદિરમાં પાન મુકીને નજર લાગેલ વ્યક્તિને પાનમાં ગુલાબની 7 પાંખડી મુકીને ખવડાવો.  
 

આકર્ષણ માટે 
પાનના મૂળનું માતા ભુવનેશ્વરીનું ધ્યાન કરતા ઘસીને તિલક લગાવો. આવું કરવાથી આકર્ષણ શક્તિ વધવા લાગશે. 
સુખ માટે 
કોઈ મંદિરમાં જ્યાં  નવરાત્રિની પૂર્ણાહૂતિનું હવન થઈ રહ્યુ હોય ત્યાં જઈને હવન પછી અગ્નિમાં બે લવિંગ,  એક પતાસું અને એક  પાન ચઢાવો . 
 
 

સુખ શાંતિ માટે 
સવારે પાંચ પીપળના પાન અને 8 આખા પાન(ખાવાના) લઈને તેને એક દોરામાં પિરોવીને બગલામુખીનું ધ્યાન કરતા ઘરમાં  પૂર્વની તરફ બાંધી દો. પછી જૂના પાનને નદીમાં પધરાવી દો. 
સમૃદ્ધિ માટે 
માતા મંદિરમાં જઈને મૂર્તિ સામે એક નાગરવેલના પાન પર કેસરમાં અત્તર અને ઘી મિક્સ કરી સ્વસ્તિક બનાવો. હવે એના પર   લાલ દોરો લપેટીને એક સોપારી મુકો.