શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. માતાજીના જાણીતા શક્તિપીઠ
Written By
Last Modified: મંગળવાર, 24 સપ્ટેમ્બર 2024 (13:05 IST)

51 Shaktipeeth : કાલીપીઠ કોલકત્તા પશ્ચિમ બંગાળ શક્તિપીઠ - 17

kalika mata puja
દેવી ભાગવત પુરાણમાં 108, કાલિકા પુરાણમાં 26, શિવચરિત્રમાં 51, દુર્ગા શપ્તસતી અને તંત્રચૂડામણિમાં 52 જણાવવામાં આવી છે. સામાન્ય રીતે: 51 શક્તિપીઠો ગણવામાં આવે છે.  તંત્રચુડામણિમાં લગભગ 52 
શક્તિપીઠોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વખતે માતા સતીની શક્તિપીઠોમાં મનસા દાક્ષાયણી કૈલાશ માનસરોવર શક્તિપીઠ વિશે માહિતી રજૂ કરવામાં આવી છે.
 
કેવી રીતે બન્યું આ શક્તિપીઠઃ જ્યારે મહાદેવ શિવજીની પત્ની સતી પોતાના પિતા રાજા દક્ષના યજ્ઞમાં પોતાના પતિનું અપમાન સહન ન કરી શક્યા ત્યારે તેઓ તેજ યજ્ઞમાં કુદીને ભસ્મ થઈ ગયા.  જ્યારે ભગવાન 
શિવને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે પોતાના ગણ વીરભદ્રને મોકલી, યજ્ઞ સ્થળનો નાશ કર્યો અને રાજા દક્ષનું માથું કાપી નાખ્યું.  બીજી બાજુ ભગવાન શિવ પોતાની પત્ની સતીના બળી ગયેલા શરીરને લઈને 
વિલાપ કરતા સર્વત્ર ફરતા હતા. જ્યાં પણ માતાના શરીરના અંગો અને ઘરેણા પડ્યા, ત્યાં શક્તિપીઠ બની ગયુ.
 
કાલીપીઠ કોલકત્તા કાલિકા શક્તિપીઠ - મા કાળીને દેવી દુર્ગાની દસ મહાવિદ્યાઓમાંની એક ગણાય છે. માતા કાલીનાં ચાર રૂપ છે - દક્ષિણા કાલી, શમશાન કાલી, માતૃ કાલી અને મહાકાલી.પશ્ચિમ બંગાળના કોલકાતાના કાલીઘાટમાં માતાના ડાબા પગનો અંગૂઠો પડી ગયો હતો. તેની શક્તિ કાલિકા છે અને ભૈરવ નકુશીલ કહેવાય છે. તેને દક્ષિણેશ્વર કાલી મંદિર કહેવામાં આવે છે.
 
રામકૃષ્ણ પરમહંસની આરાધ્યા દેવી મા કાલિકાનુ કોલકત્તામાં વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે. કેટલીક માન્યતા મુજબ આ સ્થાન પર સતી દેહના જમણા પગની ચાર આંગળીઓ પડી હતી. તેથી આ સતીના 51 શક્તિપીઠમાં શામેલ છે. આ સ્થાન પર 1847માં જાન બજારની મહારાની રાસમણિએ મંદિરનુ બાંધકામ કરાવ્યો હતુૢ 25 એક્ડ વિસ્તારમા ફેલાયેલા આ મંદિરનુ બાંધાકામ કાર્ય સન 1855 પૂઋન થયુ. કોઅલકત્તાના ઉત્તરમાં વિવેકાનંદ પુલની પાસે સ્થિત આ આખા વિસ્તારને કાલીઘાટ કહે છે.