ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી ફેશન
Written By
Last Modified: મંગળવાર, 20 સપ્ટેમ્બર 2016 (17:57 IST)

આ વખતની નવરાત્રીમાં કેવી ફેશનનો ટ્રેન્ડ રહેશે, શું કહે છે યુવતીઓ અને યુવાનો

ગણેશ ઉત્સવ અને ભાદરવી પૂનમનો મેળો પુરો થયો નથી કે નવરાત્રીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. યુવાનોએ આ વખતે ગરબા રમવા માટે કંઈક અલગ જ ટ્રેડિશ્નલ સ્ટાઈલ અજમાવી છે. અમદાવાદની મોટાભાગની કોલેજોના યુવાનો કહે છે કે અમે આ વખતે પૌરાણિક સ્ટાઈલની ટ્રેડિશ્નલ ડિઝાઈનને નવો લુક આપવાના છીએ, આ લુક નવરાત્રીમાં જ અમે લોકોને બતાવીશું. તે ઉપરાંત તેઓ માથે રબારી પાઘડી અને પગમાં કચ્છી મોજડીનો પણ ઉપયોગ કરશે એવું તેમણે જણાવ્યું હતું.

જ્યારે યુવતીઓની વાત કરીએ તો દર વર્ષે ચણિયાચોળીની ડિઝાઇન અને ટ્રેન્ડ બદલાય છે. આ વર્ષે  મુંગા સિલ્ક, કિનખાબ, બનારસી, રેશમ-કોટનના ફ્યૂઝનવાળા ફેબ્રિકનો છે. જેમાં કોટન ઉપરાંત ટાઇ એન્ડ ડાઇ પણ ઇન ડિમાન્ડ છે. તો બીજી તરફ ડિઝાઇનરના મતે ચણિયાચોળીમાં એબ્સ્ટ્રેક્ટ પ્રિન્ટ્સની થીમ હોટ ફેવરિટ છે.
દર વર્ષે માત્ર નવ દિવસની નવલી નવરાત્રિ માટે જ ગુજરાતીઓ પ૦૦ કરોડનાં વસ્ત્રો ખરીદીને પહેરે છે. ટ્રેડિશનલ ચણિયાચોળીમાં કચ્છી બાંધણી પર આભલા, ટિક્કી અને એમ્બ્રોઇડરી વર્ક વધુ જોવા મળી રહ્યું છે. શા‌િટન ફેબ્રિક અને હાથવણાટ ચણિયાચોળી માટે અને સાફા તેમજ તૈયાર ડ્રેસની માગ પુરુષો માટે વધુ છે. એક ચણિયાચોળીની સરેરાશ કિંમત રૂ.રપ૦થી રૂ.ર૦,૦૦૦ સુધીની છે. નવરાત્રિનાં ચણિયાચોળીની સામે ફેશન જવેલરીની પણ અત્યારે એટલી જ બોલબાલા છે. ટેટુ જ્વેલરી, કલર સ્ટોન જ્વેલરી, સિલ્વર જ્વેલરી, ઓ‌િક્સડાઇઝ, ઊન, વુડન, મોતી, ગોલ્ડ પ્લેટેડ જ્વેલરીની ધૂમ ખરીદી થઇ રહી છે, જેની કિંમત રૂ.૧પ૦થી શરૂ કરીને રૂ.૧પ૦૦ સુધીની એવરેજ રહે છે. જ્યારે ડિઝાઇનર ટ્રેડિશનલ જ્વેલરીની કિંમત રૂ.૧ર૦૦થી શરૂ કરીને રૂ.પ,૦૦૦ સુધીની રહે છે.

જ્વેલરીમાં   ચૂડા, પાટલા, બંગડી, બ્રેસલેટ, હાથીદાંત ઇમિટેશનલ બલોયાં, કેડકંદોરા, બાજુબંધ, દામણી, નથણી, કાચ અને કોડીના ફૂમતાં, ઝૂડા અને માગ ટીકામાં અત્યારે સૌથી વધુ નવા ટ્રેન્ડમાં જડતર જ્વેલરી ઇન ડિમાન્ડ છે. જોકે બજારમાં દરેક બજેટ મુજબનું પેકેજ ઉપલબ્ધ છે. જ્વેલરી સાથેનું ચણિયાચોળીનું પેકેજ રૂ.૧,૦૦૦થી શરૂ કરીને રૂ.રપ,૦૦૦ સુધીનું રહે છે. આ ઉપરાંત ટ્રેડિશનલ મોજડી અને ટોપી તો અલગ રૂ.૬૦૦થી રૂ.૮૦૦ સુધીની ભરતકામ કરેલી ટ્રેડિશનલ મોજડી પણ અત્યારે ધૂમ વેચાઇ રહી છે. અત્યારે ડિઝાઇનર પાસેથી સ્પેશિયલ ડિઝાઇન કરેલાં ચણિયાચોળી ખરીદવાનો વિશેષ ટ્રેન્ડ છે. તેના માટે યુવતીઓ ત્રણ મહિના પહેલાં બુકિંગ કરાવી લે છે, જેથી નવરાત્રિમાં સમયસર ડ્રેસીસ મળી શકે.