શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

ગુથી મટન પુલાવ

W.D
સામગ્રી - 200 ગ્રામ મોટી ડુંગળી, 20 ગ્રામ લીલા મરચા, 1 કપ ફુદીનાના પાન, 1 કપ આદુને લાંબી સ્લાઈસમાં સમારેલુ, 10 ગ્રામ તેલ. 1 કપ નારિયળનુ દૂધ, 3 કપ પુલાવ ધોઈને પલાળેલો, 1/2 કપ મટનના ટુકડ મીઠુ નાખીને બાફેલા, 1/2 કિલો રીંગણ.

મસાલા માટે - 1/2 કિલો ટામેટાની સ્લાઈસ, 10 ગ્રામ લસણનુ પેસ્ટ, 1 ચમચી લાલ મરચુ, એક ચમચી હળદર, 1 ચમચી લવિંગનો પાવડર.

બનાવવાની રીત - 10 ગ્રામ તેલમાં સમારેલી ડુંગળી, લીલા મરચા, ફુદીનો, આદુના ટુકડા નાખીને સાંતળી લો મસાલા માટેની બધી સામગ્રી બાફેલા મટનમાં નાખી એક કપ પાણી નાખો અને આને ત્યાં સુધી થવા દો જ્યા સુધી મટન એકદમ સોફ્ટ ન થઈ જાય. ચોખાને નારિયળનુ દૂધ નાખીને બાફી લો. રીંગણની સ્લાઈસ કરીને તેમા મીઠુ નાખી દો, હવે બધુ મિક્સ કરીને સાંતળી લો. જોઈતા પ્રમાણમાં મીઠુ નાખો. કુકરમાં થોડીવાર સ્ટીમ થવા દો અને ગરમા ગરમ સર્વ કરો.