સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

સન ડ્રાઈ ચિલી બેસિલ ચિકન

W.D
સામગ્રી - ચિકન ચેસ્ટ પીસ 800 ગ્રામ, લાલ પીળી અને લીલી શિમલા મરચું 100-100 ગ્રામ. લીલી ડુંગળી 100 ગ્રામ, લેમન 1, બેસિલ પાન 15 ગ્રામ, આખા લાલ મરચાં 8-10 પીસ, અરોમેટ પાવડર 3 ચમચી, કાળા મરીનો પાવડર પા ચમચી, 50 ગ્રામ તેલ, લસણ 50 ગ્રામ, થાઈ કરી બેસ્ટ 3 ચમચી, ઓસ્ટર સોસ 2 ચમચી, લીંબૂનો રસ 2 ચમચી, મીઠુ સ્વાદમુજબ, કોર્ન ફ્લોર 2 ચમચી, ઈંડુ 2 પીસ.

બનાવવાની રીત - ચિકનને ક્યૂબ્સમાં કાપીને બાઉલમાં નાખો અને તેમા ઈંડા તોડી મીઠુ, કાળા મરીનો પાવડર, ચિલી પેસ્ટ, અરોસેટ પાવડર નાખીને સારી રીતે મિક્સ કરો.

હવે બધી શાકભાજીને ધોઈને ક્યૂબ્સમાં કાપો અને જુદી મૂકો. કડાહીમાં તેલ ગરમ કરીને સુકા લાલ મરચા અને લસણનુ પેસ્ટ નાખો. બધી શાકભાજીઓ નાખીને ફ્રાઈ કરો. ચિકન નાખીને બફાવા દો. ચિકન બફાય જાય કે ગરમા ગરમ સર્વ કરો.