શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

ચટપટુ ચિકન

W.D
સામગ્રી - 500 ગ્રામ ચિકન, 2 મોટા ટામેટા, 1 ચમચી ધાણાજીરુ, 1 ચમચી જીરુ, અડધી ચમચી કાળા મરી, 2 ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠુ.

બનાવવાની રીત - ટામેટાને ઝીણા સમારી લો. હવે કડાહીમાં તેલ ગરમ કરો અને તેમા મીઠાની સાથે ચિકનના ટુકડા નાખો અને 5 મિનિટ સુધી વધુ તાપ પર હલાવતા રહો.

હવે તેમા ટામેટા નાખો અને ત્યાં સુધી હલાવતા રહો જ્યા સુધી ટામેટાનુ પેસ્ટ ન બની જાય અને તેલ ન નીકળવા માંડે.

જીરા પાવડર, કાળા મરીનો પાવડર અને ધાણા પાવડર નાખીને વધુ સારી રીતે મિક્સ કરો અને 5 મિનિટ સુધી થવા દો. હવે તેને ગેસ પરથી ઉતારી લો અને છીણેલુ આદુથી સજાવીને પીરસો.