શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. ઓલિમ્પિક 2012
Written By વેબ દુનિયા|

લંડન ઓલિમ્પિકમાં સૌથી વધુ શૂટર્સ પાસેથી આશા

P.R
લંડન ઓલિમ્પિકમાં ભારત તરફથી મેડલ જીતવાના પ્રમુખ દાવેદાર ડબલ ટ્રેપ શૂટર રંજત સોઢીના કહેવા અનુસાર તે જ્યાં સુધી દેશ માટે ઓલિમ્પિક મેડલ નહીં જીતે ત્યાં સુધી તેની ઉપલબ્ધિઓ અધૂરી છે.

સોઢીના કહેવા અનુસાર ઓલિમ્પિક મેડલ જીવનભર તમારી સાથે રહે છે જેથી હું પણ આ સન્માન હાંસલ કરવા માગુ છું. ઓલિમ્પિક પહેલા ઈટાલીમાં તૈયારી કરી ચૂકેલા સોઢીને વજન ઓછુ કર્યા બાદ મજબૂત સ્કોર બનાવવાની આશા છે.

પંજાબના 33 વર્ષીય શૂટરે કહ્યું કે, મે ઓલિમ્પિક માટે ફિટનેસ હાંસલ કરવામાં તનતોડ મહેનત કરી છે. જેના માટે મે મારુ વજન પણ ઘટાડ્યું. આ સિવાય ઓલિમ્પિકમાં મોટી ટૂર્નામેન્ટમાં રમવાનો અનુભવ પણ કામ લાગશે. ગયા વર્ષ ડબલ ટ્રેપ શૂટિંગ રેન્કિંગમાં નંબર-1 પર પહોંચેલા સોઢીએ કહ્યુ કે, રેન્કિંગ બદલતી રહેશે પરંતુ હું હંમેશા નંબર-1 જ રહીશ. જ્યાં સુધી ઓલિમ્પિકમાં દેશના લોકોને મારી પાસેથી મેડલની આશા છે તો હું મારુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીશ.

એશિયાઈ અને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનાર રંજત સોઝી ગયા વર્ષ સંયુક્ત અરબ અમીરાતમાં યોજાયેલા વિશ્વકપમાં ખિતાબ જાળવી રાખનાર પ્રથમ ભારતીય શૂટર છે.

ઉલ્લેખનીય છે કે, લંડન ઓલિમ્પિકમાં 11 ભારતીય શૂટર્સ ક્વોલિફાઈ થયા છે. જેમાં 7 પુરુષ અને 4 મહિલા છે.

મેન્સ શૂટર્સ

1. અભિનવ બિન્દ્રા (10 મીટર એર રાઈફલ)
2. જોયદીપ કર્માકર (50 મીટર રાઈફલ પ્રોન)
3. વિજય કુમાર (25 મિટર રેપિડ ફાયર પિસ્ટલ)
4. ગગન નારંગ (10 મીટર એર રાઈફલ- 50મી રાઈફલ 3 પોઝિસન્સ)
5. સંજીવ રાજપૂત (50મી રાઈફલ 3 પોઝિસન્સ)
6. માનવજીત સિંહ સંદ્દુ(ટ્રેપ)
7. રોંજત સોઢી(ડબલ ટ્રેપ)

મહિલા શૂટર્સ

1. શગૂન ચૌધરી (ટ્રેપ)
2. રાહી સરનોબત (25મી પિસ્ટલ)
3. હિના સિદ્ધુ (25મી રાઈફલ)
4. અન્નુરાજ સિંહ (10મી એર પિસ્ટલ)