રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. ઓલિમ્પિક 2012
Written By વેબ દુનિયા|

વિશ્વના સૌથી વૃદ્ધ મેરેથોન દોડવીર ફૌજાસિંહએ પકડી ઓલિમ્પિક મશાલ

P.R
વિશ્વના સૌથી વૃદ્ધ મેરેથોન દોડવીર ફૌજાસિંહ શનિવારે ઓલિમ્પિક મશાલ લઇને લંડનના માર્ગો પર દોડ્યા હતા.

ઓલિમ્પિક મશાર રિલેમાં દર્શકોના ભારે સમર્થન વચ્ચે સફેદ પોશાક અને સફેદ પાઘડી પહેરીને નીકળેલા ભારતના ૧૦૧ વર્ષીય ફૌજાએ જ્યારે મશાલ હાથમાં લીધી ત્યારે શીખ સમુદાયના સેંકડો યુવાનોએ તેમની તસવીર લગાવેલી ટી-શર્ટ પહેરીને તેમનો જુસ્સો વધાર્યો હતો. આ દરમિયાન શીખોએ રિલે રૂટ પર ૧૬ જગ્યાએ લંગરનું પણ આયોજન કર્યું હતું. ફૌજા ઉપરાંત પૂર્વ ઓલિમ્પિયનોએ મશાલ રિલેમાં હાજરી આપી હતી. શનિવારે સાત દિવસીય મશાલ રિલેનો પહેલો દિવસ હતો. પ્રથમ દિવસે કુલ ૧૪૩ લોકોએ આ રિલેમાં ભાગ લીધો હતો. જેમાં સૌથી યુવાન ૧ર વર્ષીય ચેસ્ટર ચેમ્બર હતી.

૧૯૧૧માં પંજારમાં જન્મેલા ફૌજાએ ખુદને વ્યસ્ત રખવાના ઇરાદાથી ૮૬ વર્ષની ઉંમરે દોડવાનું શરૂ કર્યું હતું. આ બાદ તેમણે પોતાના નામે કેટલાય રેકોર્ડ કર્યા છે. ફૌજા ૬ વાર લંડન મેરેથોન, બે વાર કેનેડા મેરેથોન અને એકવાર ન્યૂયોર્ક મેરેથોનમાં ભાગ લઇ ચૂક્યા છે. તેઓ ૮ વર્ષ અગાઉ એથેન્સમાં પણ ઓલિમ્પિક મશાલ લઇને દોડ્યા હતા.