ડેની બોયલ બેસ્ટ ડાયરેક્ટર
બ્રિટીશ ફિલ્મ મેકર ડેની બોયલને તેમની ફિલ્મ સ્લમડોગ મિલેનિયોનર માટે બેસ્ટ ડાયરેકટરનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ ફિલ્મમાં મુંબઈ, ધારાવીની ઝુપડપટ્ટીનો એક છોકરો ટીવીના કિવઝ શોમાં લાખો ડોલર મેળવે છે. તેની દિલ ધડક કથા અને યશ મુંબઈના લોકોને જાય છે તેમ તેમણે જણાવ્યું હતું.સ્લમડોગ મિલેનિયોનરમાં ઝુપડપટ્ટીમાં રહેતા લોકોના દુઃખ અને દર્દની કથા દર્શાવાઈ છે. ડેનીએ તેમના ફિલ્મ નહેરૂનગર અને નજીક આવેલ ધારાવી વિસ્તારમાં જ ઊતારી છે. ધારાવી હાલમાં પણ એશિયાની સૌથી મોટી ઝુપડપટ્ટી ગણાય છે. જેમાં લાખો લોકો વસે છે. પોતાના સંબોધનમાં બોયલે જણાવ્યું હતું કે, હું મારા પિતા, બહેન અને પત્નિનો આભારી છું આપણે જેનો આભાર નથી માન્યો તે છે છેલ્લા ગીતને નિર્દેશન પુરૂ પાડનાર સંગીત નિર્દેશક લોગીન્સ, હું તેનો પણ આભાર માનવા માંગું છું. મુંબઈ અંગે પોતાનો સંદેશ આપતા તેમણે ઊમેર્યું હતું કે, મુંબઈ માટે આ મૂર્તિ ઓસ્કારનું સ્ટેચ્યું ઘણું નાનું છે.