Last Modified: લોસએન્જેલસ , સોમવાર, 23 ફેબ્રુઆરી 2009 (21:05 IST)
સ્લમડોગની ટીમ છવાઇ
સ્લમડોગ મિલિયોનેર ફિલ્મની ટીમ ઓસ્કાર એવોર્ડ કાર્યક્રમમાં છવાયેલી રહી હતી. પ્રતિષ્ઠિત એવોર્ડમાં કુલ આઠ એવોર્ડ જીતી સપાટો બોલાવનાર સ્લમડોગની સમગ્ર ટીમની ચર્ચા ચારેબાજુ સાંભળવા મળી હતી.
ફિલ્મમાં ભૂમિકા અદા કરનાર અભિનેતા અનિલ કપૂર, દેવ પટેલ, અભિનેત્રી ફ્રેડા પીન્ટો, ફિલ્મ નિર્માતા ડેની બોયલ, સંગીતકાર રહેમાન સહિતની સમગ્ર ટીમ શાનદાર કાર્યક્રમમાં ઊપસ્થિત રહી હતી.
જો કે છેલ્લી ઘડીએ ગીતકાર ગુલજારને વિઝા નહીં મળવાના કારણે તેઓ કાર્યક્રમમાં હાજરી આપી શકયા ન હતા. છતાં તેમની ચર્ચા સાંભળવા મળી હતી. આ ફિલ્મના બાળ કલાકારો પણ કાર્યક્રમમાં ઊપસ્થિત રહ્યા હતા.
ઓસ્કારમાં જીત પહેલા રહેમાને કહ્યું હતું કે તેમની જીતના લીધે ભારતીય ફિલ્મ ઊદ્યોગને મોટો ફાયદો થશે. સ્લમડોગમાં બાળકી લતીકાની ભૂમિકા અદા કરનાર તન્વીની સાથે અન્ય ભૂમિકા કરનાર બાળકો પણ લોસએન્જેલસમાં ભારે ખુશખુશાલ દેખાયા હતા. કોડેક થિયેટરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.