મંગળવાર, 11 ફેબ્રુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: ગાંધીનગરઃ , શનિવાર, 7 મે 2016 (11:38 IST)

પાસની ગુપ્ત બેઠક

આજે ગાંધીનગર ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના સભ્યોની એક ગુપ્ત બેઠક મળી હતી. આ બેઠક પછી પાસે નિવેદન આપ્યું છે કે, સરકાર OBCની જેમ સ્પેશિયલ કેટેગરીમાં અનામત આપે, નહીં તો આંદોલન ચાલુ જ રહેશે. પાસે જાહેરાત કરી છે કે, હાર્દિક પટેલ જ આંદોલનના નેતા રહેશે. તેમણે એવી પણ જાહેરાત કરી છે કે, તેમણે નીતિશ કુમાર, જ્યોતિરાજે સિંધિયા, મમતા બેનર્જી, અભય ચૌટાલા અને કેસી ત્યાગીને ગુજરાત આવવા આમંત્રણ આપ્યું છે.

આ બેઠકમાં પાસના કન્વીનર અખિલેશ કટિયાર, લલીત વસોયા, નિખિલ સવાણી, રેશ્મા પટેલ સહિતના પાસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પાટીદાર અનામત આંદોલનને ફરીથી વેગવંતુ બનાવવાની ચર્ચા થઈ હતી. પાસના કન્વીનર લલીત વસોયાએ જણાવ્યું હતું કે, આગામી 25 ઓગસ્ટે જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયેલી મહારેલી જેવી રેલી કાઢવામાં આવશે. આ બેઠક પછી અખિલેશ કટિયારે જણાવ્યું હતું કે, પાટીદાર અનામતને લઈને રાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમો આપવામાં આવશે. આ ઉપરાંત આ બેઠકની આગામી રણનીતિ અંગે સાંજે પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરવામાં આવશે, તેમ પણ જણાવ્યું હતું.