હાર્દીક જન્મદિવસ નહીં મનાવે

hardik patel
અમદાવાદઃ| Last Modified બુધવાર, 20 જુલાઈ 2016 (12:30 IST)

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલનો આજે જન્મદિવસ
છે. પરંતુ તે આજે પોતાનો જન્મ દિવસ નહીં ઉજવે. હાર્દિકે પોતાનો જન્મ દિવસ નહીં ઉજવવા અંગે જણાવ્યું છે કે આંદોલન દરમ્યાન કેટલાક પાટીદારો શહિદ થયા હતા. જેના કારણે હું મારો જન્મદિવસ નહીં ઉજવું.

હાલ હાર્દિક શરતી જામની પર મુક્ત છે અને રાજસ્થાનના ઉદયપુરમાં રહી રહ્યો છે. ત્યારે તે
પોતાના જન્મ દિવેસ શ્રીનાથજી દર્શન કરવા જવાનો છે. તેના જન્મ દિવસે હાર્દિકના માતા રક્તદાન કેમ્પમાં હાજરી આપવા માટે સુરત જવાના હોઇ, તેઓ પણ હાર્દિક સાથે નહીં હોય.

હાર્દિક હાલ ઉદયપુરમાં છે. ત્યાં પણ વિવિધ સમાજ દ્વારા તેનું સન્માન કરવામાં આવી રહ્યું છે. હાર્દિક અહીં સલામતી અનુભવી રહ્યો છે. તે અહીંથી જ તેના આંદોલનની આગામી રણનીતિ નક્કી
કરશે. સાથે પાટીદાર સભ્યો સાથે સંપર્કમાં રહેશે અને પોતાનું આંદોલન ચલાવશે.


આ પણ વાંચો :