હાર્દીક પર ટૌલટેકસનો કેસ

hardik patel
Last Modified ગુરુવાર, 21 જુલાઈ 2016 (11:11 IST)

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ સામે ગુજરાતમાં તો અનેક પોલીસ
કેસ નોંધાયેલા છે. જોકે અત્યાર સુધીના તમામ પોલીસ કેસ ગુજરાતમાં નોંધાયેલા છે. ત્યારે હવે
રાજસ્થાનમાં પહોંચેલા હાર્દિક પટેલ સામે ત્યાં પણ કેસ નોંધાવાની શરુઆત થઈ ચુકી છે.હાર્દિક પટેલ સામે રાજસ્થાનમાં પ્રથમ કેસ ટોલ ટેક્સ નહીં ભરવા મામલે દેલવાડા પોલીસ
સ્ટેશનમાં નોંધાયો છે.
હાર્દિક જ્યારે ગુજરાતમાંથી ઉદેપુર તરફ જઈ રહ્યો હતો ત્યારે તેણે
ટોલટેક્સ નહતો ભર્યો. આ આક્ષેપ સાથે દેલવાડા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.


જેમાં ટોલબુથના કર્ચમારીઓએ હાર્દિક સામે અભદ્રતાનો પણ આરોપ લગાવ્યો છે. દેલવાડા પોલીસઅત્યારે આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.


આ પણ વાંચો :