સૂરતમાં હાર્દિક પટેલના સ્વાગત માટે લાગ્યા પોસ્ટર - ગબ્બર ઈઝ બેક
પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલના ધમાકેદાર સ્વાગત માટે પાટીદારોએ સૂરતમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. સૂરતમાં અનેક સ્થાનો પર હાર્દિકના સ્વાગતમાં પોસ્ટર અને બેનર લગાવ્યા છે. જેના પર તેમની તસ્વીર સાથે લખ્યુ છે ગબ્બર ઈઝ બેક.
એટલુ જ નહી પાટીદાર સમાજવાળા વિસ્તારોમાં પોસ્ટર પર હાર્દિક સાથે સરદાર પટેલ અને છત્રપતિ શિવાજીની તસ્વીરો પણ લગાવવામાં આવી છે. હાર્દિક હાલ સૂરતની લાજપોર જેલમાં બંધ છે અને તે 15 જુલાઈના રોજ જેલમાંથી બહાર આવશે.
જનસભાને સંબોધિત કરશે હાર્દિક
એવુ કહેવાય રહ્યુ છે કે હાર્દિકની જ્યારે મુક્તો થશે તો જેલની બહાર જ મોટી સંખ્યામાં પાટીદાર સમુહના લોકો તેના સ્વાગત માટે એકત્ર થશે અને હાર્દિકને ઓપન જીપમાં બેસાડીને એક મોટી રેલી કાઢશે. પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રવક્તા વરુણ પટેલનુ કહેવુ છે કે જેલમાંથી બહાર આવ્યા પછી હાર્દિક કામરેજ વિસ્તારમાં એક મોટી જનસભાને સંબોધિત કરશે.
કુળદેવીના દર્શન માટે પણ જશે હાર્દિક
પટેલના મુજબ 1000થી વધુ પાટીદાર હાર્દિક સાથે તેના કુળદેવી કાગવડ કે ખોડલધામના દર્શન માટે જશે. કોર્ટના આદેશ મુજબ હાર્દિકને 17 જુલાઈના રોજ ગુજરાત છોડવાનુ છે.