1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Updated : સોમવાર, 18 એપ્રિલ 2016 (01:23 IST)

પાટીદાર આંદોલન - પોલીસ અને આદોલનકારીઓ વચ્ચે ઝડપ, ગુજરાતમા ઈન્ટરનેટ સેવાઓ બંધ, સોમવારે ગુજરાત બંધનું એલાન

મહેસાણામાં જેલભરો  આંદોલનની જાહેરાતના પગલે આજે  મોઢેરા ચોકડીએ મોટી સંખ્‍યામાં પટેલો એકત્રીત થતા પોલીસે એકત્ર ભીડને હટાવવા ટીયરગેસ સેલ અને વોટર કેનનથી પાણીનો મારો ચલાવેલ. પોલીસે 2  એસ.આર.પી. અને 1 મહિલા એસ.આર.પી. કંપની ખડકી દીધેલ. લાઠી ચાર્જ પણ થયાનું જાણવા મળે છે.       એસપીજી-સરદાર પટેલ ગ્રુપના પ્રણેતા શ્રી લાલજી પટેલને માથામાં ઇજા થતા લોહી નિકળતી હાલતમાં હોસ્‍પિટલે લઇ જવાયાનું ટીવી ચેનલો નોંધે છે.

 જિલ્લાના ગામડાઓમાંથી પાટીદારો ઢોલ-નગારા સાથે પોતપોતાના સાધનોમાં મહેસાણાના અવસર પાર્ટી પ્લોટમાં જેલભરો આંદોલનમાં જોડાવા નીકળી પડ્યા હતાં. ત્યારે દિવસભર નાનામોટા બનાવો બની રહ્યા છે.

હાર્દિક પટેલને છોડાવવા માટે પાટીદારોએ આજે જેલ ભરો આંદોલન કર્યું હતું. મહેસાણા અને સુરત સહિત ગુજરાતના તમામ શહેરો અને ગામડામાં પાટીદારોએ એકત્ર થઈને જેલ ભરો આંદોલન કર્યું છે. મહેસાણામાં જિલ્લા કલેક્ટરે પરવાનગી આપી ન હતી, તેમ છતાં પાટીદારો મહેસાણાના અવસર પાર્ટી પ્લાટમાં ખુબ મોટી સંખ્યામાં ભેગા થયા હતા. જો કે સભા પુરી થયા પછી પાસ અને એસપીજીના અગ્રણી નેતાઓ જેવા ઘરપકડ વ્હોરવા માટે સબજેલ જવા નીકળ્યા કે તુરંત પાટીદારોએ તોડફોડ શરૂ કરી હતી અને આંદોલન હિસંક બન્યું હતું. પોલીસે લાલજી પટેલની અટકાયત કરી છે.

 
પાટીદારોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. પાટીદારોએ પોલીસ વાહનોની તોડફોડ શરૂ કરી હતી. અને પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. ટોળાને વિખરવા માટે પોલીસ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. તેમજ ટોળાને વિખરવા માટે પોલીસે લાઠીચાર્જ કરાયો હતો અને ટિયરગેસના 7 સેલ છોડયા હતા. પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. લાલજી પટેલને ઈજા થઈ છે.

આંદોલનને પગલે મહેસાણા સંપુર્ણ બંધ રહ્યું છે. પોલીસે મહેસાણા- મોઢેરા ચોકડીને કોર્ડન કરી લીધી છે, મોઢેરા ચોકડી પાસે હજ્જારોની સંખ્યામાં પાટીદારોને બેઠા છે.

સુરતમાં પણ પાટીદારો મોટી સંખ્યામાં એકઠા થયા હતા, અને પોલીસ સ્ટેશન જઈને અટકાયત કરવા માટે સમપર્ણ કર્યું હતું.

 

- મહેસાણામાં પાટીદારો વિફર્યા :
-  લાઠી ચાર્જ -ટીયરગેસ વોટર કેનનનો મારો :
- એસપીજીના લાલજી પટેલ ઘવાયા
-  મહેસાણામાં ૪ બાઇક સળગાવી :
- નિતીનભાઇ પટેલની ઓફિસ ઉપર કાંકરીચાળો

 રાત્રે બનેલા બનાવો

- વીસનગરમાં ચાર એસટી બસોને ટાર્ગેટ બનાવવામાં આવી છે. ચાર બસો સળગાવી દેવામાં આવી છે.
- સૌરાષ્ટ્રમાં જેતપુરના જેતલસરમાં બે બસોના કાચ તોડાયા છે. આમ, રાત્રે પણ પાટીદાર આંદોલનના પડઘા પડતા રહેશે તેવુ લાગી રહ્યું છે. જોકે, સરકારે અગમચેતીના ભાગરુપે પોલીસ બંદોબસ્ત કડક બનાવી દીધો છે. તેમજ સીઆરપીએફની ટુકડીઓ પણ તૈનાત કરી દીધી છે.
- અમરેલીના ધારીના મોજરર ગામે પાટીદારોએ વૃક્ષો પાડીને ચક્કાજામ કરાયાની ઘટના સામે આવી છે.