બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. »
  3. ધર્મ યાત્રા
  4. »
  5. ધાર્મિક યાત્રા
Written By વેબ દુનિયા|

દત્ત જયંતી વિશેષ

રૂપાલી બર્વે
ધર્મયાત્રાની આ વાર્તામાં દત્ત જયંતીના અવસર પ્રસંગે અમે તમને લઈ જઈએ છીએ, ઈન્દોરના ભગવાન દત્તાત્રેયના મંદિરમા. ભગવાન દત્તને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેના સ્વરૂપ માનવામાં આવે છે. દત્તાત્રેયમાં ઈશ્વર અને ગુરૂ બંને રૂપ સંમોહિત છે. તેથી તેમને શ્રી ગુરૂ દેવદત્તના નામે પણ બોલાવવામાં આવે છે.

ભગવાન દત્તાત્રેયનુ મંદિર લગભગ 700 વર્ષ જુનુ છે અને કૃષ્ણપુરાની ઐતિહાસિક છત્રિયોની પાસે આવેલુ છે. ઈન્દોર હોલ્કરો રાજવંશની રાજધાની રહ્યુ છે. હોલકર રાજવંશના સંસ્થાપક સુબેદાર મલ્હરરાવ હોલ્કરના આગમનના પણ ઘણા વર્ષો પહેલાથી જ દત્તાત્રેય મંદિરની સ્થાપના થઈ ચૂકી હતી. જગતગુરૂ શંકરાચાર્ય સહિત ઘણા સાધુ સંત પુણ્ય નગરી અવંતિકા વર્તમાનમાં ઉજ્જૈન જગ્યા પહેલા પોતાના અખાડા સહિત આ મંદિરના પ્રાંગણમાં રોકાતા હતા.
W.D

જ્યારે શ્રી ગુરૂનાનકજી મધ્ય ક્ષેત્રના પ્રવાસ પર હતા ત્યારે તેઓ ઈમલી સાહેબ નામના પવિત્ર ગુરૂસ્થળ પર ત્રણ મહિના સુધી રોકાયા હતા અને પ્રત્યેક દિવસે નદીના આ સંગમ પર આવતા હતા. અને દત્ત મંદિરના સાધુ સંન્યાસિયો સાથે ધર્મ અંગે ચર્ચા કરતા હતા.

કહેવાય છે કે ભગવાન દત્તની નિર્મિત્રી ભારતીય સંસ્કૃતિના ઈતિહાસના અદ્દભૂત ચમત્કાર છે. ભક્તો દ્વારા અચાનક આવીને મદદ કરનારી શક્તિને દત્તના રૂપમાં પૂજવામાં આવે છે. અને માર્ગશીર્ષની પૂનમ પર દત્ત જયંતીનો ઉત્સવ ધૂમધામથી ઉજવવામાં આવે છે.

ગુરૂદેવને ભક્તોની આરાધનામાં ગુરૂચરિત્રનાં પાઠનુ જુદુ જ મહત્વ છે. આના કુલ 52 અધ્યાયમાં કુલ 7481 પંક્તિયો છે. કેટલાક લોકો વર્ષમાં ફક્ત એક વાર જ આને એક દિવસમાં કે ત્રણ દિવસે વાંચે છે. જ્યારે કે મોટાભાગના લોકો દત્ત જયંતી પર માર્ગશીર્ષ શુદ્ધ 7 થી માર્ગશીર્ષ 14 પર વાંચીને પૂરી કરે છે. ગુરૂદેવના ભક્તો તેમનો મહામંત્ર દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરાનો જાપ કરતા સદા ભક્તિમાં લીન રહે છે.
W.D

દત્તમૂર્તિની સાથે હંમેશા એક ગાય અને તેમની આગળ ચાર કૂતરા જોવા મળે છે. પુરાણો મુજબ ભગવાન દત્તાત્રેયે પૃથ્વી અને ચારેય વેદની સુરક્ષા માટે અવતાર લીધો હતો. જેમાં ગાય પૃથ્વી તેમજ ચાર કુતરા વેદના સ્વરૂપમાં પ્રતિત થાય છે. વળી એક ધારણા પણ છે કે ગુલર વૃક્ષમાં ભગવાન દત્તનો વાસ હોય છે. એટલા માટે દરેક મંદિરમાં ગુલરનું વૃક્ષ જોવા મળે છે.

શૈવ, વૈષ્ય અને શાક્ત ત્રણેય સંપ્રદાયોને એકજુટ કરનારા શ્રી દત્તાત્રેયનો પ્રભાવ મહારાષ્ટ્રમાં જ નહિ પરંતુ આખી દુનિયામાં ફેલાયેલ છે. ગુરૂદેવમાં નાથ સંપ્રદાય, મહાનુભાવ સંપ્રદાય, વારકારી સંપ્રદાય અને સમર્થ સંપ્રદાયની ખુબ જ શ્રદ્ધા છે. તેનો આશ્ચર્યજનક પહેલું તે પણ છે કે દત્ત સંપ્રદાયમાં હિંદુઓને બરાબર જ મુસલમાન ભક્ત પણ મોટી સંખ્યામાં ભાગ લે છે.

કેવી રીતે પહોચશો :
હવાઈ માર્ગ : ઈંદોરને મધ્યપ્રદેશની વ્યાવસાયિક રાજધાની માનવામાં આવે છે અહીંયા અહીલ્યાબાઈએટપોર્ટ છે.
રેલ માર્ગ : ઈંદોર જંક્શન હોવાને લીધે અહીંયા રેલમાર્ગ દ્વારા પહોચવું સરળ છે.
રોડ માર્ગ : આ દેશનાં પ્રમુખ રાષ્ટ્રીય રાજમાર્ગ (આગરા-મુંબઈ)થી જોડાયેલ છે. દેશનાં કોઈ પણ ભાગેથી અહીંયા રોગમાર્ગ દ્વારા સરળતાથી પહોચી શકાય છે.