પ્રાચીન કર્ણેશ્વર મંદિર

Widgets Magazine

અનિરુદ્જોષ

માલવાંચળમાં કૌરવોએ કેટલાયે મંદિરો બનાવડાવ્યાં હતાં જેમાંનું એક છે સેંઘલ નદીના કિનારે આવેલ કર્ણેશ્વર મહાદેવ મંદિર. કર્ણાવત નગરના રાજા કર્ણ અહીંયા બેસીને ગ્રામવાસીયોને દાન આપતાં હતાં એટલા માટે આ મંદિરનું નામ કર્ણેશ્વર મંદિર પડ્યું છે.

એવી માન્યતા છે કે કર્ણ અહીંના પણ રાજા હતાં અને તેમણે અહીંયા દેવીની કઠણ તપસ્યા કરી હતી. કર્ણ રોજ દેવીની સામે સ્વયંની આહુતિ આપતો હતો. દેવીએ તેમની આ ભક્તિથી પ્રસન્ન થઈને અમૃતના છાંટા નાંખીને તેને જીવતો કરતી હતી અને સાથે સાથે સવામણ સોનું પણ આપતી હતી, જેને કર્ણ ત્યાંના મંદિરમાં બેસીને ગામલોકોને દાન આપી દેતો હતો.

W.D

માન્યતા અનુસાર માલવા અને નિમાડ અંચલમાં કૌરવો દ્વારા બનાવવામાં આવેલ કેટલાયે મંદિરોમાંથી ફક્ત પાંચ જ મંદિરને પ્રમુખ માનવામાં આવે છે જેમાંના ક્રમશ: ઓમકારેશ્વરમાં મમલેશ્વર, ઉજ્જૈનમાં મહાકાલેશ્વર, બિજવાડમાં વિજેશ્વર, નેમાવરમાં સિદ્ધેશ્વર અને કર્ણાવતમાં કર્ણેશ્વર મંદિર છે. આ પાંચેય મંદિરોના સંબંધમાં ઘણી માન્યતાઓ પ્રચલિત છે કે પાંડવોએ એક જ રાતની અંદર તેમનું મુખ બદલી દિધું હતું.

કર્ણેશ્વર મહાદેવ મંદિરના પુજારી હેમંત દુબેએ જણાવ્યું કે એક એવી લોકવાયકા છે કે અજ્ઞાતવાસ દરમિયાન કુંતી માતા રેતીનું શિવલીંગ બનવીને તેની પૂજા કરતાં હતાં ત્યારે પાંડવોએ તેમને પુછ્યું કે તમે કોઈ મંદિરમાં જઈને પૂજા કેમ નથી કરતાં ત્યારે કુંતિએ તેમને જવાબ આપ્યો કે બધા જ મંદિરો કૌરવો દ્બારા બનાવેલા છે અને તેમાં આપણને જવાની મંજુરી નથી એટલા માટે રેતીનું શિવલીંગ બનાવીને પૂજા કરવી પડશે.

કુંતિનો આવો જવાબ સાંભળીને પાંડવો ચિંતામાં પડી ગયા અને તેમણે યોજનાબદ્ધ રીતે પાંચ મંદિરોના મુખને બદલીને તેને પશ્ચિમમુખી કરી દિધા ત્યાર બાદ કુંતિને જણાવ્યું કે હવે તમે અહીંયા પૂજા-અર્ચના કરી શકો છો કેમકે આ મંદિર અમે બનાવ્યાં છે.
W.D

કર્ણેશ્વર મંદિરની પાસે જે ગુફા છે તે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર સિવાય અન્ય તીર્થ સ્થળો સુધી અંદર અંદર નીકળે છે. ગામના અમુક લોકો દ્વારા આ ગુફાઓને બંધ કરી દેવાઈ છે જેથી કરીને તે સુરક્ષીત રહે.

અહીંયા દરેક વર્ષે શ્રાવણ મહિનામાં મેળો ભરાય છે અને બાબા કર્ણેશ્વરનો વરઘોડો નીકળે છે. ધર્મયાત્રાની આ વખતની કડી તમને કેવી લાગી તે અમને જરૂર જણાવશો...

કેવી રીતે પહોચી શકાય :
વાયુમાર્ગ : કર્ણાવત જવા માટે સૌથી નજીક ઈંદોરનું એરપોર્ટ છે.
રેલમાર્ગ : ઈંદોરથી 30 કિ.મી. દૂર આવેલ દેવાસ થઈને કોઈ પણ વાહન દ્વારા પહોચી શકાય છે.
રોડમાર્ગ : દેવાસથી 45 કિ.મી. દૂર ચાપડા જવા માટે બસ અને ટેક્સી સરળતાથી મળી રહે છે ત્યાંથી થોડાક જ અંતરે કર્ણાવતી ગામ આવેલ છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
પ્રાચીન કર્ણેશ્વર મંદિર

ધર્મ યાત્રા

મા ગઢ કાલિકા

ધર્મયાત્રાની આ કડીમાં આ વખતે અમે તમને લઈ જઈએ છીએ ઉજ્જૈનના કાલિકા માતાના પ્રાચીન મંદિરમાં ...

શ્રી સત્ય સાંઈબાબાનુ શાંતિધામ

આ શાંતિધામને જોયા વગર ભારતની યાત્રા અધુરી છે. આ શાંતિધામ છે, આધ્રપ્રદેશના જિલ્લા ...

સપ્તશ્રૃંગીદેવી અર્ધ-શક્તિપીઠ

મહારાષ્ટ્રમાં દેવીએ સાડા ત્રણ પીઠમાંથી અર્ધ પીઠવળી સપ્તશ્રૃંગી દેવી નાસિકથી લગભગ 65 કિ.મી ...

પ્રાચીન બગલામુખી મંદિર

પ્રાચીન તંત્ર ગ્રંથોમાં દસ મહાવિદ્યાઓનો ઉલ્લેખ મળે છે. તેમાંથી એક છે બંગલામુખી. મા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine