મા ગઢ કાલિકા

Widgets Magazine


અનિરુદ્ધ જોષી

ધર્મયાત્રાની આ કડીમાં આ વખતે અમે તમને લઈ જઈએ છીએ ઉજ્જૈનના કાલિકા માતાના પ્રાચીન મંદિરમાં જેને ગઢ કાલિકાના નામથી ઓળખવામાં આવે છે. દેવીઓમાં કાલિકા સૌથી મહત્વપુર્ણ માનવામાં આવે છે.

કાલજયી કવિ કાલિદાસ ગઢ કાલિદા દેવીનાં ઉપાસક હતાં. કાલિદાસના સંબંધમાં એવી માન્યતા છે કે જ્યારથી તેઓ આ મંદિરમાં પૂજા-અર્ચના કરવા લાગ્યા ત્યારથી તેમના પ્રતિભાશાળી વ્યક્તિત્વનું નિર્માણ થવા લાગ્યું હતું. કાલિદાસ રચિત 'શ્યામલા દંડક' મહાકાળી સ્ત્રોત એક સુંદર રચના છે. એવું કહેવામાં આવે છે કે મહાકવિ કાલિદાસના મોઢેથી સૌથી પહેલાં આ સ્ત્રોત પ્રગટ થયો હતો. અહીંયા દરેક વર્ષે કાલિદાસ સમારોહના આયોજનની પહેલાં મા કાલિકાની આરાધના કરવામાં આવે છે.

W.D

ગઢ કાલિકાના મંદિરમાં માઁ કાલિકાના દર્શન માટે રોજ હજારો ભક્તોની ભીડ ઉમટે છે. તાંત્રિકોની દેવી કાલિકાના આ ચમત્કારિક મંદિરની પ્રાચીનતાના વિષયમાં કોઈ જાણકારી નથી તે છતાં પણ આની સ્થાપના મહાભારતના સમયમાં થઈ હતી, પરંતુ તેમાં મૂર્તિ સતયુગના કાળની છે. ત્યાર બાદ આ પ્રાચીન મંદિરનો જીર્ણૉદ્ધાર પરમારકાળની અંદર સમ્રાટ હર્ષવર્ધન દ્વારા કરવામાં આવ્યાનો ઉલ્લીખ મળે છે. સ્ટેટકાલમાં ગ્વાલિયરના મહારાજાએ આનું પુન:નિર્માણ કરાવડાવ્યું હતું.

આમ તો આ ગઢ કાલિકાના મંદિરનો શક્તિપીઠમાં સમાવેશ થતો નથી પરંતુ ઉજ્જૈનમાં હરસિદ્ધ શક્તિપીઠ હોવાને લીધે આ સ્થળનું મહત્વ વધી જાય છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કિનારાની પાસે ભૈરવ પર્વત પર માઁ ભગવતી સતીના હોઠનો ભાગ પડ્યો હતો.
W.D

અહીંયા નવરાત્રિમાં ભરાતા મેળા સિવાય જુદા-જુદા અવસરે ઉત્સવ અને યજ્ઞોનું આયોજન કરવામાં આવે છે. માઁ કાલિકાના દર્શન માટે દૂર-દૂરથી લોકો આવે છે. ધર્મયાત્રાની આ કડીમાં આ વખતની યાત્રા તમને કેવી લાગી તે અમને જરૂર જણાવશો...

કેવી રીતે પહોચશો?

હવાઈમાર્ગ- ઉજ્જૈનથી ઈંદોર એરપોર્ટ લગભગ 65 કિલોમીટર દૂર છે
રેલ માર્ગ- ઉજ્જૈનથી મક્સી-ભોપાલ માર્ગ (દિલ્હી-નાગપુર લાઈન), ઉજ્જૈન-નાગદા-રતલામ માર્ગ (મુંબઈ-દિલ્હી લાઈન) દ્વારા તમે સરળતાથી પહોચી શકો છો.
રોડમાર્ગ- ઉજ્જૈન-આગરા-કોટા-જયપુર માર્ગ, ઉજ્જૈન-બદનાવર-રતલામ-ચિત્તોડ માર્ગ, ઉજ્જૈન-દેવાસ-ભોપાલ માર્ગ વગેરે દ્વારા બસ કે ટેક્સીથી સરળતાથી પહોચી શકાય છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

ધર્મ યાત્રા

અમદાવાદની ઓળખ : જગન્નાથ મંદિર અને રથયાત્રા

આપણા મંદિરો ભવ્યતા અને દિવ્યતાથી શોભતા હોય છે. સંજોગની વાત છે કે અમદાવાદના ભગવાન ...

સિધ્ધનાથ વીર ગોગાદેવ

ધર્મયાત્રાની આ કડીમાં અમે તમને લઈ જઈએ છીએ સિધ્ધ અને વીર ગોગાદેવના મંદિર, જ્યાં પર બધા ...

નાસિકનુ કાલારામ મંદિર

દક્ષિણ કાશીના નાસિકમાં કોઈ કાળ પ્રભુ રામચંદ્રનુ અસ્તિત્વ હતુ. ભગવાન રામચંદ્રના પદસ્પર્શથી ...

ખાનદેશની કુલદેવી 'મનુદેવી'

મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આ બંને રાજ્યોને અલગ કરનાર સાતપુડા પર્વતશૃંખલાઓના પર્વતોની વચ્ચે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine