વડોદરાનુ કાશી વિશ્વનાથ મંદિર

Widgets Magazine


ધર્મયાત્રાની આ કડીમાં અમે તમને લઈ જઈએ છીએ ગુજરાતના વડોદરા શહેરના મંદિરમાં. આ ઐતિહાસિક મંદિરની સ્થાપના લગભગ 120 વર્ષ પહેલા સયાજીરાવ ગાયકવાડ મહારાજના શાસન દરમિયાન થઈ ગયા હતા.

કાલાંતરમાં આ મંદિરનુ સ્વામી વલ્લભ રાવજીએ મહારાજ પાસેથી દાનમાં લઈ ગયા. સ્વામી વલ્લભરાવ જી પછી સ્વામી ચિદાનંદ સરસ્વતીના મંદિરની જવાબદારી સંભાળી. સન 1948માં તેમણે મંદિરનુ પુનનિર્માણ કરાવ્યુ. ચિદાનંદજી સ્વામીના મૃત્યુ પછી મંદિર ટ્રસ્ટના હાથમાં જતુ રહ્યુ. હવે મંદિરની દેખરેખ આ જ ટ્રસ્ટ કરી રહ્યુ છે.

કાશી વિશ્વનાથ મંદિર ગાયકવાડ મહારાજના પેલેસની બરાબર સામે આવેલુ છે. મંદિરનુ પ્રવેશદ્વાર અત્યંત સુંદર અને નકશાવાળુ છે. મુખ્ય દ્વારથી પ્રવેશ કરવા પર રથનુમા છત્રીમાં કાળા પત્થરથી બનેલ નદીની સુંદર પ્રતિમા જોવા મળે છે. નંદીની સાથે સાથે સૌભાગ્યના પ્રતિક કાચબાની પ્રતિમા પણ છે. નદીની પ્રતિમાની એક બાજુ સ્વામી વલ્લભરાવ જી ની અને બીજી બાજુ સ્વામી ચિદાનંદજીની પાષાણ પ્રતિમાઓ છે.

W.D
મુખ્ય મંદિર બે ભાગમાં વહેંચાયેલુ છે. પહેલા ભાગમાં એક વિશાળ હોલ જેમા ભક્ત સત્સંગ અને પૂજા માટે એકત્રિત થાય છે અને બીજા ભાગમાં મંદિરનુ ગર્ભગૃહ છે. સત્સંગ ભવનના સ્તંભો પર અને મંદિરની દિવાલો પર વિવિધ દેવી-દેવતાઓની સુંદર અને આકર્ષક મૂર્તિયોની નક્કાશી કરવામાં આવી છે. મંદિરની છત પર વિવિધ દેવી દેવતાઓની સુંદર અને ધ્યાનાર્ષક મૂર્તિઓ કોતરવામાં આવી છે. મંદિરની છત પર પણ સુંદર અને મનમોહક નક્કાશી કરવામાં આવી છે.

મંદિરનુ ગર્ભગૃહ સફેદ સંગમરમરથી બનેલુ છે. ગર્ભગૃહની વચ્ચે શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. શિવલિંગના આધાર પર ચાંદીનુ પોલીશ કરવામાં આવ્યુ છે. ગર્ભગૃહમાં શ્રધ્ધાળુઓનો પ્રવેશ નિષેધ છે. શિવલિંગ પર જળ, દૂધ વગેરે ચઢાવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

મંદિર પરિસરમાં કાશીવિશ્વનાથ હનુમાન મંદિર અને સોમનાથ મહાદેવ મંદિર પણ છે. એક નાના મંદિરમાં સ્વામી ચિદાનંદ સરસ્વતી જીની ચરણ પાદુકાઓ મૂકવામાં આવી છે. શ્રાવણના પ્રત્યેક શનિવાર અને સોમવારે અહી મેળો ભરાય છે. મહાશિવરાત્રીના દિવસે પણ મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા માટે આવે છે. મંદિરમાં તીર્થયાત્રીઓ અને સાધુસંતોને રહેવાની અને ભોજનની ઉત્તમ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા મફત કરવામાં આવે છે.

W.D
કેવી રીતે પહોંચશો ?

રોડ દ્વારા - વડોદરા ગુજરાતની રાજધાની ગાંધીનગરથી 115 અને અમદાવાદથી લગભગ 130 કિમી દૂર આવેલુ છે.

રેલમાર્ગ - વડોદરા પશ્ચિમ રેલવેના દિલ્લી-મુંબઈ રેલખંડનુ એક મુખ્ય સ્ટેશન છે. દેશના ઘણા ક્ષેત્રોથી વડોદરાને માટે સીધી રેલસેવા છે.

વાયુમાર્ગ - નજીકનુ હવાઈ મથક લગભગ 130 કિમી દૂર આવેલુ છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ભીંકા શર્મા કાશી વિશ્વનાથ વડોદરા બરોડા ગુજરાત ધર્મયાત્રા શિવ શંકર

ધર્મ યાત્રા

ભોપાવરમાં શ્રી શાંતિનાથજી નુ મંદિર

જૈન તીર્થોમા એક વધુ તીર્થ છે ભોપાવરના શ્રી શાંતિનાથજી નુ મંદિર, જે ઈન્દોર-અમદાવાદ ...

અરણ્મૂલનુ પાર્થસારથી મંદિર

અરણ્મૂલ શ્રી પાર્થસારથી મંદિર કેરલના પ્રાચીન પ્રાચીન મંદિરોમાંથી એક છે. અહીં ભગવાન ...

દત્ત મહારાજની તપોભૂમિ - શ્રી ક્ષેત્ર નરસિંહવાડી

ધર્મયાત્રાની આ કડીમાં અમે તમને લઈ જઈએ છીએ કોલ્હાપુર જિલ્લામાં કૃષ્ણા-પંચગંગાના સંગમ પર ...

નાંદેડના તખત સંચખંડ શ્રી હજૂર અબચલનગર સાહિબ

શ્રી ગુરૂ ગોવિંદ સિંહજીના આલૌકિક જીવનના અંતિમ ક્ષણો સાથે સંબંધિત આ પવિત્ર સ્થાન સિખ પંથના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine