બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. ધર્મ યાત્રા
  3. ધાર્મિક યાત્રા
Written By
Last Modified: બુધવાર, 26 એપ્રિલ 2023 (11:28 IST)

Baglamukhi Temple પ્રાચીન બગલામુખી મંદિર

હ્ની બગલામુખી સર્વ દુષ્ટાના વાચં મુખં પદં સ્તમ્ભય જિહ્મ કીલમ બુધ્ધિ વિનાશય હ્મી ૐ સ્વાહા'
 
પ્રાચીન તંત્ર ગ્રંથોમાં દસ મહાવિદ્યાઓનો ઉલ્લેખ મળે છે. તેમાંથી એક છે બંગલામુખી. મા બગલામુખીનુ મહત્વ સમસ્ત દેવીઓમાં સૌથી વિશિષ્ટ છે. વિશ્વમાં તેના ફક્ત ત્રણ જ મહત્વપૂર્ણ પ્રાચીન મંદિર છે, જેને સિધ્ધપીઠ કહેવાય છે. તેમાંથી એક છે નલખેડામાં. તો આવો ધર્મયાત્રામાં આ વખતે અમે તમને લઈ જઈએ છીએ માઁ બગલામુખીના મંદિરમાં...
 
ભારતમાં માઁ બગલામુખીના ત્રણ જ મુખ્ય એતિહાસિક મંદિર માનવામાં આવે છે, જે ક્રમશ : દંતિયા(મધ્યપ્રદેશ), કાંગડા(હિમાચલ) અને શાઝાપુર(મધ્યપ્રદેશ)માં છે. ત્રણેનુ પોતાનુ જુદુ-જુદુ મહત્વ છે.
 
મધ્યપ્રદેશમાં ત્રણ મુખોવાળી ત્રિશક્તિ માતા બગલામુખીનુ આ મંદિર શાજાપુર જિલ્લા નલખેડામાં લંખંદર નદીના કિનારે આવેલુ છે. દ્વાપર યુગનું આ મંદિર અત્યંત ચમત્કારિક છે. અહીં દેશભરથી શેબ અને શક્ત માર્ગી સાધૂ-સંત તાંત્રિક અનુષ્ઠાનને માટે આવતા રહે છે.
 
આ મંદિરમાં માતા બગલામુખી સિવાય માતા લક્ષ્મી, કૃષ્ણ, હનુમાન, ભૈરવ અને સરસ્વતી પણ વિરાજમાન છે. આ મંદિરની સ્થાપના મહાભારતમાં વિજય મેળવવા માટે ભગવાન કૃષ્ણના નિર્દેશન પર મહારાજા યુધિષ્ઠિરે કરી હતી. માન્યતા એ પણ છે કે અહીના બગલામુખી પ્રતિમા સ્વયંભૂ છે.
 
અહીંના પંડિતજી કૈલાશ નારાયણ શર્માએ જણાવ્યુ કે આ ખૂબ જ પ્રાચીન મંદિર છે. અહીંના પૂજારી પોતાની દસમી પેઢીથી પૂજા કરતા આવ્યા છે. 1815માં આ મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો. આ મંદિર પર લોકો પોતાની મનોકામના પૂરી કરવા અને કોઈ પણ ક્ષેત્રમાં વિજય મેળવવા માટે યજ્ઞ, હવન, કે પૂજા-પાઠ કરાવે આવે છે.
 
અહીંના અન્ય પંડિત ગોપાલજી પંડા, મનોહરલાલ પંડા વગેરેએ જણાવ્યુ કે આ મંદિર સ્મશાન ક્ષેત્રમાં આવેલુ છે અને બગલામુખી માતા મુખ્યરૂપે તંત્રની દેવી છે તેથી અહીંયા તાંત્રિક અનુષ્ઠાનોનુ મહત્વ વધુ છે. આખા વિશ્વમાં બગલામુખી માતાના ત્રણ જ મંદિર છે પરંતુ અહીંનુ મંદિર તેથી મહત્વનુ છે કે અહીંયા જે મૂર્તિ છે તે સ્વયંભૂ અન જાગૃત છે, અને આ મંદિરની સ્થાપના સ્વયં મહારાજ યુધિષ્ઠિરે કરી હતી.
 
આ મંદિરમા બેલપત્ર, ચંપા, સફેદ આંકડો, આંમળા, લીમડો અને પીપળાના વૃક્ષ એક સાથે સ્થિત છે. આની આસપાસ સુંદર અને લીલોછમ બગીચો નયનરમ્ય છે. આમ, તો અહીં નવરાત્રિમાં ભક્તોની ભીડ જામે છે પરંતુ મંદિર સ્મશાન ક્ષેત્રમાં હોવાને કારણે આખુ વર્ષ અહીં ઓછા લોકો આવે છે. ધર્મયાત્રામાં આ વખતની યાત્રા તમને કેવી લાગી તે અમને જરૂર જણાવશો.
 
કેવી રીતે પહોંચશો ?
વાયુ માર્ગ : નલખેડાના બગલામુખી મંદિર પાસેનુ સૌથી નજીકનુ એયરપોર્ટ ઈન્દોર છે.
રેલ દ્વારા - ટ્રેન દ્વારા ઈન્દોરથી 30 કિમી. પર આવેલ દેવાસ કે લગભગ 60 કિલોમીટર ઉજ્જૈન પહોંચીને શાજાપુર જિલ્લાના નલખેડામાં બસ કે ટેક્સી દ્વારા જઈ શકાય છે. ઈન્દોરથી પણ શાજાપુર જઈ શકાય છે.
 
રસ્તા દ્વારા - ઈન્દોરથી લગભગ 165 કિમી.ના અંતરે આવેલ નલખેડા ગામમાં પહોંચવા માટે દેવાસ કે ઉજ્જૈનના રસ્તેથી જવા માટે બસ કે ટેક્સી મળી રહે છે.