શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. ભારતના પ્રધાનમંત્રી
Written By
Last Updated : શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2024 (17:11 IST)

મોરારાજી દેસાઈ : ભારતની પ્રથમ કોંગ્રેસેત્તર સરકારના વડા

મોરારજીભાઈ દેસાઈ ભારત્યના એક એવા વડાપ્રધાન હતા જેઓએ દેશની બિંકોંગ્રેસી સરકારનું નેતૃત્વ કર્યુ હતું. તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે ઈંદિરા ગાંધી સાથે ત્રેમને હંમેશા વૈચારિક મતભેદો રહ્યા હતાં. તેમણે તો ઈંદિરા ગાંધીને મુંગી કઠપુતળી પણ કહી દીધા હતાં. મોરારજી રણછોડભાઈ દેસાઈ ગાંધીવાદી કિચારધારાના રાજનેતા હતાં. તેઓ ઈંદિરા ગાંધીની સરકારમાં ઘણા મહત્વના પદો પર પણ બિરાજમાન હતાં. ઈંદિરાજી સાથેના મતભેદોના કારણે તેઓએ સરકાર છોડી દીધી હતી. તેમણે કોલેજ જીવનમાં જ મહાત્મા ગાંધીબાલ ગંગાધર તિલક અને અન્ય કોંગ્રેસી નેતાઓના ભાષણો સાંભળ્યા હતાં અને તેનો તેમના જીવન પર ઘણી ઉંડો પ્રભાવ પડ્યો હતો.

પ્રારંભિક જીવન : મોરારજી દેસાઈનો જન્મ ૨૯મી ફેબ્રુઆરી ૧૮૯૬ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ રણછોડજી દેસાઈ અને માતાનું નામ મણિબેન હતું. તેઓ પોતાના પિતા અંગે કહેતા હતાં કે – મારા પિતાએ જીવનમાં મને અમૂલ્ય પાઠ ભણાવ્યા હતાંમને તેમની પાસેથી કર્તવ્ય પાલનની પ્રેરણા મળી હતી. તેમણે જ મને ધર્મ પર વિશ્વાસ રાખતા અને કોઈ પણ પરિસ્થિતિમાં સ્થિર રહેવાની તાલીમ અને શિક્ષણ આપ્યુ હતું.

રાજનિતિક જીવન : ૧૯૩૦માં મોરારજી દેસાઈ બ્રિટિશ સરકારની નોઇકરી છોડીને સ્વાતંત્ર્ય સંગ્રામમાં કુદી પડ્યા હતાં. ૧૯૩૧માં તેરો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના સચિવ તરીકે ચૂંટાઈ આવ્યા હતાં. અખિલ ભારતીય યુવા કોંગ્રેસની શાખાની સ્થાપના કરીને તેમણે સરદાર પટેલના નિર્દેશ ઉપર તેઓ તેના અધ્યક્ષ બની ગયા. મોરરજીને સન. ૧૯૩૨માં ૨ વર્ષની જેલ ભોગવવી પડી હતી. ૧૯૫૨માં તેમને મુંબઈના મુખ્યમંત્રી બનાવવામાં અવ્યા હતાં. ઈંદિરા ગાંધી વડાપ્રધાન બન્યા પછી મોરારજીને ૧૯૬૭માં નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી બનાવવામાં આવેલા.

૧૯૭૭માં વડાપ્રધાન બન્યા : નવેમ્બર ૧૯૬૯માં કોંગ્રેસના વિભાજન બાદ મોરારજી દેસાઈએ ઈંદિરા ગાંધીના કોંગ્રેસ (આઇ)ને છોડીને કોંગ્રેસ (ઓ)માં જોડાઈ ગયા હતાં. તેઓ ૧૯૭૫માં જનતા પક્ષમાં જોડાઈ ગયા હતાં. જ્યારે માર્ચ ૧૯૭૭માં લોકસભાની ચૂંટણીઓ યોજાઈ ત્યારે જનતા પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હતી. તે સમયે ચૌધરી ચરણસિંઘ અને જગજીવનરામ એમ વડાપ્રધાનપદના બીજા બે દાવેદાર પણ હતાં. પરંતુ જયપ્રકાશ નારાયણે કિંગમેકરની ભૂમિકા ભજવતાં દેસાઈને સમર્થન આપ્યુ હતું. ત્યારબાદ ૨૪મી માર્ચ ૧૯૭૭ના રોજ ૮૧ વર્ષની ઉંમરે મોરારજી દેસાઈએ ભારતના વડાપ્રધાન પદની જવાબદારી ઉઠવી હતી અને ૨૮મી જુલાઈ ૧૯૭૯ સુધી વડાપ્રધાનપદ પર રહ્યા.  

પુરસ્કાર અને સન્માન : તેમને ભરત સરકારની તરફથી તેમને ભારત રત્ન’ અને પાકિસ્તાન તરફથી તહરીક-એ-પાકિસ્તાન’ નામનું સર્વશ્રેષ્ટ નાગર્તિક સન્માન એનાયત કરવામાં આવેલું.

વિશેષ : મોરારજી દેસાઈને ગાંધીવાદી નીતિના પ્રખર સમર્થક માનવામાં આવતા હતાપરંતુ આ નીતિમાં તેમણે ક્ષમાભાવને કદી સ્વિકાર્યો નહોતો. તેઓ આધ્યાત્મવાદી વૃતિના વ્યક્તિ પણ હતા.