છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન રેલ્વે મંત્રાલય દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાંઓને કારણે અકસ્માતમાં ઘટાડો થયો છે.
લાલુએ જણાવ્યું હતું કે પાંચ વર્ષ પહેલાં દેશમાં ટ્રેનનાં ગંભીર અકસ્માતો થતાં હતા. જેમાં માનવીય અને ટેક્નીકલી ભૂલોનો સમાવેશ થતો હતો. પણ પાછળનાં વર્ષમાં રેલ્વે મંત્રાલયે સુરક્ષા માટેનાં બજેટમાં વધારો કર્યો છે. લાલુએ જણાવ્યુ હતું કે 2005-06માં અકસ્માતોની સંખ્યા 320થી વધુ હતી, ત્યાં આ વર્ષે તે સંખ્યા 195 સુધી સીમિત થઈ ગઈ છે.
તેમજ જરૂર હોય ત્યાં રેલ્વે પુલો અને ઓવરબ્રીજ તેમજ ફાટક બનાવવામાં આવ્યા છે. જેના કારણે આજે રેલ્વે અકસ્માતોમાં ઘટાડો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.
લાલુએ અકસ્માતનાં ઘટાડા માટે રેલ કર્મચારીઓનાં ફાળાનો પણ ઉલ્લેખ કર્યો હતો. લાલુ પોતાના પાંચ વર્ષનાં સમયગાળામાં સૌથી ઓછા અકસ્માત થયા હોવાનો દાવો કર્યો હતો.