રવિવાર, 24 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. રેલવે બજેટ
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 13 ફેબ્રુઆરી 2009 (19:40 IST)

ગુજરાતને સાત ટ્રેન મળી - રાઠવા

રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે આજે સંસદમાં વચગાળાનું રેલવે બજેટ રજૂ કર્યું હતું જેમાં ગુજરાતને આ વખતે પણ સાત નવી ટ્રેનોની ફાળવણી કરવામાં આવી હોવાનો દાવો નારાણભાઇ રાઠવાએ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, સતત ચોથીવાર ગુજરાતને રેલવે બજેટમાં લાભ મળ્યો છે. અમદાવાદ-દિલ્હી રાજધાની રોજ નવી દિલ્હી સુધી દોડશે. અમદાવાદ-અઝીમાબાદ એકસપ્રેસને સપ્તાહમાં ત્રણ દિવસ કરવામાં આવી છે. આવી જ રીતે અમરાવતી-મુંબઈને પણ દરરોજની કરી દેવામાં આવી છે. છુછાપુરા-તણખલા લાઈનનું ગેજ પરિવર્તન સાથે રાજપીપળા સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઊપરાંત વડોદરા-મુંબઇ એકસપ્રેસને છોટાઊદયપુર સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે.

છોટાઊદયપુરથી સીધી મુંબઇની ટ્રેન શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. નારણભાઇ રાઠવા 14મી લોકસભાના મતવિસ્તાર છોટાઊદયપુરમાંથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. બજેટમાં બોટાદ-જસદણની નવી લાઈનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અજમેરથી પાલનપુરનું ડબલગનું કાર્ય પણ મંજુર કરવામાં આવ્યું છે.