બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. વેબદુનિયા વિશેષ 07
  3. રક્ષાબંધન 07
Written By

પુરાણોમાં રક્ષાબંધનનું મહત્વ

રક્ષાબંધન અને શ્રાવણ પૂર્ણિમા આ બંને અલગ-અલગ તહેવાર છે જો ઉપસના અને સંકલ્પનો અદભૂત સમન્વય છે અને તે એક જ દિવસે મનાવવામાં આવે છે. પૌરાણિક અને મહાભારત યુગના ઘર્મ ગ્રંથોમાં આ તહેવારોનો ઉલ્લેખ જોવા મળે છે. એમ પણ કહેવામાં આવે છે કે દેવાસુર સંગ્રામના યુગમાં દેવતાઓની જીતથી રક્ષાબંધનનો તહેવાર શરૂ થયો.

“રક્ષા તણા તાંતણા રૂપે, અતૂટ ગાંઠ બંધાઈ;
જગમાં ભાઈ-બહેનની, સાચી પ્રેમ સગાઈ”

ભાઇ બહેનની લાગણીના ઝરણાને વહેતો રાખનાર તહેવાર રક્ષાબંધન નિમિત્તે સુખી અને સમૃદ્ધ જીવનની શુભેચ્છાઓ બહેનો તેના ભાઇઓ માટે કરતી હોય છે. શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના પવિત્ર ઉત્સવનું પર્વ. રક્ષાબંધનનો તહેવાર યુગોથી ભારતવાસીઓ શ્રદ્ધા અને ઉમંગથી ઊજવે છે. આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે. આ સાથે પરમાત્માને ભાઈની રક્ષા કરવાની પ્રાર્થના કરે છે અને તેનાં વીરાનાં સમૃદ્ધ અને સુખમય જીવનની કામના કરે છે. ભાઈ પણ આ રક્ષા બંધાવી તેની બહેનને હર સંકટમાં તેની સાથે રહી તેની રક્ષા કરવાનું વચન આપે છે. રક્ષાબંધન એટલે પ્રેમ અને લાગણીનું બંધન. માનો તો સાદો તાંતણો માત્ર અને અંતરચક્ષુથી જોશો તો તેના પ્રત્યેક તાંતણામાં બહેનની લાગણીનાં તાણાવાણા અનુભવી શકાય.
ભગવાનનું શરણ લઈને રક્ષા પ્રાપ્ત કરવાનો સંદેશ આપતો રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે. આજે આપણે સૌ ભગવાનને રાખડી બાંધી આપણી રક્ષા માટે પ્રાર્થના કરીએ છીએ.

મહાભારતમાં પણ માતા કુંતીએ અભિમન્યુને યુદ્ધમાં જતાં પહેલાં રક્ષા બાંધેલી. જો એમ જ હોય તો તો રક્ષા કોઈ પણ બાંધી શકે. ભાઈ-બહેનની ભાવના પૂરતું મર્યાદિત આ પર્વ સ્નેહીજનોના પારસ્પરિક સંબંધને ગાઢ બનાવવામાં ઉપયોગી બની શકે તેમ છે.
આ સંબંધ સાથે એક પ્રસિધ્ધ દંતકથા છે જે દેવતાઓ અને અસુરોના યુધ્ધમાં દેવતાઓની જીતને લઇને કંઇક શક થવા લાગ્યો. ત્યારે દેવરાજ ઇન્દ્રએ આ યુધ્ધમાં મુખ્ય ભાગ ભજવ્યો હતો. દેવરાજ ઇન્દ્રની પત્ની ઇન્દ્રાણી શ્રાવણ પૂર્ણિમાના દિવસે ગુરૂ બૃહસ્પતિ પાસે ગયાં હતાં ત્યારે તેમને જીત માટે રાખડી બાંધવાની સલાહ આપી. દેવરાજ ઇન્દ્ર જ્યારે રાક્ષસો સાથે યુધ્ધ કરવા નિકળ્યા ત્યારે તેમની પત્ની ઇંદ્રાણીએ ઇંદ્રના હાથે રાખડી બાંધી હતી. જેથી ઇંદ્ર યુધ્ધમાં વિજયી બન્યાં હતાં.

અનેક પુરાણોમાં શ્રાવણી પૂર્ણિમાને પુરોહિતો દ્રારા કરવામાં આવેલા આર્શીવાદ કર્મ માનવામાં આવે છે. આ બ્રાહમણો દ્રારા યજમાનના જમણા હાથે બાંધવામાં આવે છે.

મધ્યયુગમાં હમલાખોરોના કારણે સ્ત્રીઓની રક્ષાના હેતુથી રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ એક ધર્મ-બંધન છે. ત્યારથી સ્રીઓ સગા ભાઇ અને ધરમના ભાઇને રાખડી બાંધી લાગી. મહારાષ્ટ્ર રાજ્યના અનેક ભાગોમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે જળદેવતા વરૂણની આરધના કરવામાં આવે છે. આ દિવસે બહેન તિલક-ચોખા લગાવી ભાઇના કાડે રાખડી બાંધે છે અને ફળ-મિઠાઇ ખવડાવે છે. ભાઇ પણ શ્રધ્ધાથી પોતાના સામય્ર્થ અનુસાર બહેનને વસ્ત્ર,આભૂષણ,દ્રવ્ય અને બીજી વસ્ટુઓ ભેટ આપે છે.

જ્યાં સુધી શ્રાવણના દિવસે રક્ષાબંધન તહેવાર હોવાનો પ્રશ્ન છે, તો આ શ્રાવણ મહિનામાં થનારો એક ઉત્તમ તહેવાર છે. રક્ષાબંધનને 'સલોનો' નામથી પણ ઓળખવવામાં આવે છે. એમ પણ કહેવામાં આવે છે કે શ્રાવણીના દિવસે પવિત્ર સરોવર કે નદીમાં સ્નાન કર્યા બાદ સૂર્યદેવનું પૂજન કરવું એ અત્યંત જરૂરી છે. અમુક ગામોમાં આસપાસ નદી ના હોય તો આ સ્થિતિમાં આ દિવસે કુવામાં કે વાવડીમાં પણ એમની આરાધના થઇ શકે છે. આ દિવસે બ્રાહમણો જનોઇ બદલે છે.

આ સંબંધે એમ માનવામાં આવે છે કે 'શ્રવણ' નક્ષત્રના કારણે આદિકાળમાં શ્રાવણી પૂર્ણિમાનું નામાંકરણ થયું હતું. જ્યોતિષના અશ્વિનીથી માંડીને રેવતી સુધી 27 નક્ષત્રોમાં 'શ્રવણ' નક્ષત્ર 22મું સ્થાન ધરાવે છે. જેનો સ્વામી ચંદ્રમા છે. એવું કહેવામાં આવે છે કે શ્રાવણ માસની પૂનમના દિવસે શ્રવણ નક્ષત્ર હોય તો તેને અત્યંત ફળદાયી અને સુખદ માનવામાં આવે છે. માટે શ્રાવણ માસની છેલ્લી તિથીવાળી શ્રવણ નક્ષત્રયુ પૂર્ણિમાને શ્રાવણી કહે છે. અને તે દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે.