બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. રક્ષાબંધન 07
Written By કલ્યાણી દેશમુખ|

રક્ષાબંધન તહેવાર એટલે શુ ?

રક્ષાબંધન પૂજન -
W.D
રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે મનાવવામાં આવે છે. આ તહેવાર ભાઈ-બહેનને પ્રેમની દોરીમાં બાંધે છે. આ દિવસે બહેન ભાઈના માથા પર તિલક લગાવી તેને પોતાની રક્ષા માટે નાજુક દોરાનું એક બંધન બાંધે છે જેને રાખડી કહેવાય છે. રાખડીનો સાચો અર્થ પણ એ જ થાય છે કે કોઈને પોતાની સુરક્ષા માટે બાંધી લેવો. આ દિવસે બહેનો, પોતાના ભાઈને રાખડી બાંધીને પોતાના જીવનની રક્ષાની જવાબદારી સોંપી દે છે.

આ દિવસે ફક્ત બહેનો જ ભાઈને રાખડી નથી બાંધતી, બ્રાહ્મણો પણ રાખડી બાંધે છે. આ તહેવારનો વાસ્તવિક આનંદ ત્યારેજ લઈ શકાય જ્યારે આપણે થોડા ધાર્મિક થઈએ. આ તહેવારમાં બીજાંની રક્ષાનો એક વિશેષ ભાવ છુપાયેલો છે. આ દિવસે લોકોએ વહેલાં ઉઠીને નિત્યકામથી પરવારી, સૂતરાઉ કપડામાં ચોખાંની નાની-નાની ગાંઠો, કેસર અથવા હળદરના રંગમાં રંગી લેવી. ગાયના છાણથી ઘરને લીંપીને ચોખા ના લોટનો ચોક ભરી, માટીના નાના ઘડાની સ્થાપના કરો. બ્રાહ્મણ ને બોલાવી વિધિપૂર્વક કળશની પૂજા કરાવવી. પૂજા પછી ચોખાવાળી ગાંઠોને બ્રાહ્મણે યજમાનના હાથમાં બાંધતા આ મંત્ર બોલવા.....

'येन बद्धो बली राजा दानवेन्द्रो महाबलः।
तेनत्वामभिबघ्नामि रक्षे माचल-माचलः।'


કાવ્ય - રક્ષાબંધન - બંધન...

ઉંમરભક 'ભાઇ' બાંધીનરાખે...
અતૂઅનિ:સ્વાર્સ્નેહનુબંધન !

અનક 'બહેન' તરફથબાંધવામાઆવે,
ખરરીતબનેલુનાજુબંધન !

'કાયમ' રહેશદુનિયામાસદીઓ-યુગસુધી,
ભાઅનબહેવચ્ચેનુબંધન...

અનફરવાઆજઆવે એ 'ઘડી'...
મહેકશચારેબાજબનીનરક્ષાબંધન !