શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. રક્ષાબંધન
Written By
Last Updated :અમદાવાદ : , ગુરુવાર, 13 ઑગસ્ટ 2015 (12:51 IST)

રક્ષા બંધન શુભ મુહર્ત 2015

શ્રાવણ માસના શુક્લ પક્ષની પુનમનાં દિવસે 29 ઓગષ્ટ, 2015નાં રોજ 12 વર્ષ બાદ ગુરૂ આદિત્ય યોગ અને રક્ષાબંધનનો યોગ એક સાથે જોવા મળશે. આ દિવસે ભાઇઓ દ્વારા બહેનને આપવામાં આવનાર ઉપહાર બંન્ને માટે એશ્વર્ય અને સમૃદ્ધિ દાયક રહેશે. જ્યોતિષિઓનાં અનુસાર રક્ષાબંધન બપોરે 1.49 વાગ્યા પછી જ મનાવી શકાશે. 1.49 વાગ્યા સુધી ભદ્રા રહેશે. ત્યાર બાદ જ તહેવાર મનાવી શકાશે અને શુભ મુહર્ત જોઇને બહેન ભાઇનાં હાથમાં રાખડી બાંધી શકશે. 

આ વખતનું રક્ષા બંધન શનિવારનાં દિવસે ધનિષ્ઠા નક્ષત્રની સાથે કુંભ રાશિના ચંદ્રમાની સાક્ષીમાં આવી રહ્યું છે. આ દિવસે ગુરૂ તથા સુર્ય સિંહ રાશીમાં ગોચરસ્થ રહેશે. શ્રાવણ શુક્લ પક્ષની પુર્ણિમા પર જ્યારે ધનિષ્ઠા નક્ષત્રનો સંયોગ બને છે. તે ખાસ કરીને ધનકારી માનવામાં આવે છે. આ રીતે જોવા જઇએ તો આ દિવસે બહેનને ભેટમાં અપાયેલ સુવર્ણ તથા રજતની વસ્તુઓ એશ્વર્ય અને શુભ સમૃદ્ધિ આપનારી માનવામાં આવી છે. 

29 ઓગષ્ટનાં રોજ બપોરે 1 વાગીને 49 મિનિટ સુધી ભદ્રા રહેશે. ત્યાર બાદ લાભ તથા અમૃત ચોઘડીયામાં શ્રવણ ભગવાનનું પુજન તથા રાખડી બાધવાનો ક્રમ ચાલુ હશે. સાંજે પ્રદોષ કાળ તથા ત્યાર બાદ લાભ શુભ ચોધડિયામાં રાત્રે 11.30 વાગ્યા સુધી તહેવાર મનાવવામાં આવી શકે છે. 

શ્રાવણ મહિનાની પુનવ પર વિશ્વવ પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ મહાકાળમાં રાજાધિરાજને સવા લાખ લાડુઓનો મહાભોગ લગાવવામાં આવશે. મંદિરની પરંપરા અનુસાર સવારે 4 વાગ્યે પુજારી ભગવાનને રાખડી બાંધીને ભોગ અર્પિત કરશે. ભક્તોને દિવસભર મહાપ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. 

મહાકાળ મંદિરની નજીક આવેલ બડા ગણેશ મંદિરમાં દેશ વિદેશથી રાખી આવવાનો ક્રમ ચાલુ થઇ ગયો છે. જ્યોરતિર્વિદ પં.આનંદશંકર વ્યાસે જણાવ્યું કે બડે ગણેશની  દેશ વિદેશમાં સેંકડો બહેનો છે. પ્રતિવર્ષ પોતાનાં ભાઇનાં માટે રાખડીઓ મોકલે છે.