શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. રક્ષાબંધન
Written By
Last Updated : સોમવાર, 12 ઑગસ્ટ 2019 (12:01 IST)

રક્ષાબંધનના અચૂક ઉપાય, ધન પ્રાપ્તિ ના પ્રબળ યોગ બનશે અને દુર્ભાગ્ય થશે દૂર

- કોઈપણ એવો છોડ જે કોઈ વટવૃક્ષની નીચે ઉગ્યો હોય  તેને રક્ષાબંધનના દિવસે લાવીને તમારા ઘરની માટી કે કુંડામાં સ્થાપિત કરો. આવુ કરવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થશે અને ઘરમાં લક્ષ્મીનો વાસ થશે. 
 
- જો કોઈ વ્યક્તિને તમારી પાસેથી પૈસા ઉધાર લીધા છે પણ પરત નથી કર્યા તો  રક્ષાબંધનના દિવસે સૂકા કપૂરનુ કાજળ બનાવ્ આ કાજળથી એક કાગળ પર તેનુ નામ લખીને કોઈ ભારે પત્થર નીચે દબાવી લેવુ જોઈએ. તરત પૈસા પરત આવી જશે... 
 
- જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે તો રાત્રે એક સિક્કો રોગીના માથા પાસેમુકી દો અને સવારે એ સિક્કાને સ્મશાન ઘાટમાં ફેંકી દેવાથી રોગી જલ્દી ઠીક થઈ જશે. 
 
- જેમના લગ્નમા અડચણ આવે છે તેઓ  રક્ષાબંધનના દિવસે એક જૂનુ તાળુ જે ખુલ્લુ હોય પણ ખરાબ ન હોય તેની ચવી પોતાની પાસે મુકીને તેને તમારા માથા પાસેથી ઉતારીને રાત્રે ચાર રસ્તા પર ફેકી દો અને પાછળ વળીને જોશો નહી. આ ઉપાય કરવાથી લગ્નમાં આવતા અવરોધ દૂર થઈ જશે. 
 
-  રક્ષાબંધનના દિવસે અખંડિત ચોખા ભગવાન શિવ મંદિરમાં લઈ જાવ. હવે તમારા બંને હાથમા જેટલા ચોખા આવે તેને શિવલિંગ આપો અને ભગવાન શિવને ધન લાભ માટે પ્રાર્થના કરો. એવુ કહેવાય છે કે જેટલા ચોખાના દાણા શિવજીને અર્પણ કરવામા6 આવે છે એટલુ હજાર ગણુ ફળ મળે છે. બચેલા ચોખા ગરીબોને વહેંચી દો.  તેનાથી ધન પ્રાપ્તિ ના પ્રબળ યોગ બને છે અને દુર્ભાગ્ય દૂર થાય છે.