શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. રક્ષાબંધન
Written By વેબ દુનિયા|

રક્ષાબંધન માટે શુભ મુહુર્ત

N.D
ભાઈ બહેનના પ્રેમનો તહેવાર રક્ષાબંધન 24 ઓગસ્ટના રોજ દિવસભર ઉજવી શકાશે.

જ્યોતિષાચાર્ય મુજબ સવારે 9.21 વાગ્યે ભદ્રા નક્ષત્ર સમાપ્ત થઈ જશે. ત્યારબાદ દિવસભર રાખડી બાંધવાનુ શુભ મૂહૂર્ત છે. ઘણા વર્ષો પછી રક્ષાબંધન પર આવુ મુહુર્ત આવ્યુ છે. પંડિતોનુ કહેવુ છે કે ભદ્રા નક્ષત્રમાં રાખડી બાંધવી વર્જિત માનવામાં આવે છે.

આ વખતે રક્ષાબંધન શુભ મુહુર્તમાં આવેલ છે. સવારે 9.21 વાગ્યે ભદ્રા નક્ષત્ર સમાપ્ત થઈ જશે. ત્યારબાદ સવારે 9.22થી બપોરે 2.05 વાગ્યા સુધી રાખડી બાંધવાનુ શ્રેષ્ઠ મુહુર્ત રહેશે. જેમા ચર, લાભ અને અમૃતના ચોધડિયા રહેશે જે રક્ષા સૂત્ર બાંધવાના હિસાબે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

પછી બપોરે 3 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી શુભનુ ચોઘડિયુ અને રાત્રે 8,21 થી 9.02 સુધી સમય રાખડી બાંધવા માટે ઉત્તમ છે. રાત્રે 10.34 વાગ્યે પૂનમ પૂરી થઈ જતી હોવાથી રાત્રે 9.02 પછી રાખડી બાંધવી નહી.