ઈશરત એન્કાઉન્ટર અંગે તરૂણ બારોટે કરેલી અરજી સીબીઆઈ કોર્ટે ગ્રાહ્ય રાખી

ગુરુવાર, 13 જુલાઈ 2017 (18:00 IST)

Widgets Magazine
ishrat jaha

ગુજરાતમાં બહુ ચર્ચિત ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈ દ્વારા મહત્વની માહિતી છુપાવી રહી છે તેવો આરોપ મુકી તપાસના તમામ કાગળોનો ચાર્જશીટનો હિસ્સો બનાવવાની ડીવાયએસપી તરૂણ બારોટે કરેલી અરજી સીબીઆઈ કોર્ટે ગ્રાહ્ય રાખી તમામ દસ્તાવેજોને કેસનો હિસ્સો બનાવવા જણાવ્યુ છે. ઈશરત કેસના આરોપી અને હાલમાં જામીન ઉપર છુટેલા  ડીવાયએસપી  તરૂણ બારોટ દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ પિટિશન કરી સીબીઆઈ કેસમાં દુર કરેલા દસ્તાવેજોને કેસનો હિસ્સો બનાવવા રજુઆત કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલે સ્થાનિક સીબીઆઈ કોર્ટ સમક્ષ જવાનું કહેવામાં આવ્યુ હતું. જેના આધારે તરૂણ બારોટે સીબીઆઈ કોર્ટ અમદાવાદમાં કરેલી અરજીમાં રજુઆત કરી હતી કે સીબીઆઈએ ચાર્જશીટ કરી તેમાં ગુજરાત ફોરેન્સિક અને સેન્ટ્રલ ફોરેન્સિકના રિપોર્ટ મુકવામાં આવ્યા નથી. આ ઉપરાંત એનેક સાક્ષીઓના નિવેદન પણ ચાર્જશીટનો હિસ્સો નથી, જે દસ્તાવેજો ટ્રાયલ વખતે આરોપીની તરફેણમાં હોય તેવા દસ્તાવેજો હટાવી દેવામાં આવ્યા છે. સીબીઆઈ કોર્ટ દ્વારા તરૂણ બારોટની અરજી ગ્રાહ્યય રાખી સીઆરપીસીની કલમ 91 અનુસાર તમામ દસ્તાવેજોને કેસમાં સામેલ કરવા આદેશ આપ્યો છે.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ઈશરત જહાં ગુજરાત સમાચાર Encounter Gujarat Samachar Ishrat Jahan

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Indira Most Powerful PM - ફિરોઝ સાથે લગ્ન છતા પંડિત નેહરુના સેક્રેટરી સાથે ઈંદિરા ગાંધીનું અફેયર હતુ !

દેશની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીના જીવન સાથે જોડાયેલા કેટલાક રહસ્યોનો ખુલાસો ...

news

કોંગ્રેસે ચૂંટણી ઢઢેરાની તૈયારી કરી, જીલ્લાથી માંડીને રાજ્યકક્ષાની સમસ્યાઓની માહિતી એકત્ર કરાઇ

વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે બેઠકોના દોરના ધમધમાટ વચ્ચે હવે ચૂંટણી ઢંઢેરાની તૈયારીઓ ...

news

ગુજરાતમાં બિલ્ડરોની છેતરામણી અંગેરીયલ એસ્ટેટ રેગ્યુલેશનનો કાયદો ચૂસ્ત રીતે લાગુ પાડવા રિટ

બિલ્ડરો લોકોને છેતરે નહીં તે માટે રાજ્યભરમાં રીયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટનો ચૂસ્ત રીતે અમલ ...

news

ગુજરાતમાં સરકારના ઈશારે આઈબી સક્રિય, સોશિયલ મીડિયા પર વોચ ગોઠવાઈ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપે ૧૫૦ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ મિશન ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine