ગુરુવાર, 28 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By હેતલ કર્નલ|
Last Modified: બુધવાર, 4 જાન્યુઆરી 2023 (10:27 IST)

જીપીએસસીની પરીક્ષા આપવા જતાં પહેલાં વાંચી લેજો આ સમાચાર, બદલાયા આ કેન્દ્રો

Before going for GPSC exam
ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨ (જા.ક્ર: ૨૦/૨૦૨૨-૨૩) માટે પ્રાથમિક કસોટી તા. ૦૮/૦૧/૨૦૨૩ ના રોજ વિવિધ જિલ્લાઓમાં યોજાવાની છે. જે પૈકી ખેડા જિલ્લાની કેટલીક જગ્યાએ પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર થયેલ છે. જેની સંબંધિત ઉમેદવારોએ પોતાના પ્રવેશપત્રમાં  દર્શાવેલ  પરીક્ષા કેન્દ્રના બદલે નીચે મુજબ જણાવેલ નવા પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા માટે ઉપસ્થિત થવાનું રહેશે. આ પરીક્ષા કેન્દ્રનું નામ-સરનામું નીચે મુજબ ધ્યાને લેવાનું રહેશે.
 
બેઠક નંબર ૧૧૦૦૭૬૫૫૦-૧૧૦૦૭૬૭૪૧ (૦૮-બ્લોક)ના પ્રવેશપત્રમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર જવાહર વિદ્યા મંદીર, સેન્ટર-બી, કપડવંજ રોડ, નડીઆદના બદલે નવું પરીક્ષા કેન્દ્ર યુનિક સ્કુલ ઓફ સાયાન્સ, ટુંડેલ, નડીઆદ-ખેડા રહેશે.
 
બેઠક નંબર ૧૧૦૦૭૭૩૪૨-૧૧૦૦૭૭૫૩૩ (૦૮-બ્લોક)ના પ્રવેશપત્રમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર મ્યુનિસિપલ હાઈસ્કુલ, મિશન રોડ, નડીઆદના બદલે સરસ્વતી હિન્દી વિદ્યા મંદીર, બારકોશીયા રોડ, નડીઆદમાં હાજર રહેવાનું રહેશે. બેઠક નંબર ૧૧૦૦૭૮૨૦૬-૧૧૦૦૭૮૪૪૫ (૧૦-બ્લોક) ના પ્રવેશપત્રમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર ઘન્શ્યામ ઈગ્લિશ ટિચિંગ સ્કુલ, મંજીપુરા રોડ, નડીઆદના બદલે ખુશ્બુ હાઈસ્કુલ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ નજીક મરીડા રોડ, નડીઆદમાં ઉમેદવારોને હાજર રહેવાનુ રહેશે. 
 
બેઠક નંબર ૧૧૦૦૭૯૭૪૨-૧૧૦૦૭૯૯૮૧ (૧૦-બ્લોક)ના પ્રવેશપત્રમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર ડી.પી.દેસાઈ હાઈસ્કુલ, કોકર્ણ મંદીર નજીક, નડીઆદના બદલે ભારતી વિનય મંદીર,  ચકલાસી, નડીઆદમાં ઉમેદવારોને હાજર રહેવાનું રહેશે. આમ, ઉક્ત  પરીક્ષા કેન્દ્રના ફક્ત નામ – સરનામામાં ફેરફાર થયેલ છે, જ્યારે કે પરીક્ષાલક્ષી અન્ય તમામ વિગતો યથાવત રહેલ છે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.