શુક્રવાર, 5 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 9 એપ્રિલ 2021 (12:52 IST)

અમદાવાદની સ્કૂલમાં આગ લાગતાં ફાયર બ્રિગેડ 10 ગાડીઓ ઘટનાસ્થળે, કોઇ જાનહાનિ નહી

Ankur International Schoo
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલમાં આગ લાગવાની ઘટના સામે આવે છે. હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. આગ ઓલવાનું કામ ચાલી રહ્યું છે. હજુ સુધી કોઇના મોત કે ઇજા પહોંચી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી અંકુર સ્કુલમાં અચાનક આગ લાગી હતી. આ આગમાં મજૂરીકામ કરવા આવેલા ત્રણ મજૂરો ફસાયા હતા, જેમને ફાયર વિભાગ દ્વારા સહી સલામત બચાવી લેવાયા હતા.
 
તમામને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. આગ લાગવા અંગે સમાચાર મળતાં જ ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આગ ઓલવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવતાં આગ પર કાબૂ મેળવી લેવાયો છે. હાલ કૂલિંગ પ્રોસેસ ચાલી રહી છે. 
 
સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. કોરોનાના કારણે હાલ સ્કૂલો બંધ છે. તેથી વિદ્યાર્થીઓ શાળામાં હાજર ન હતા. પરંતુ અહી મજૂરીકામ કરવા કરવા આવેલા 3 છોકરાઓ સ્કૂલની આગમાં ફસાયા હતા.