શુક્રવાર, 29 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 29 ઑક્ટોબર 2022 (10:11 IST)

મહિસાગર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો પર ભાજપના 101 નેતાઓએ નોંધાવી દાવેદારી

Mahisagar District Three Assembly Seats
ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારો નક્કી કરવાની  ગતિવિધિઓ તેજ કરાઈ છે, જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના ત્રણ નિરીક્ષકોએ મહીસાગર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો માટે સેન્સ પ્રક્રિયા  હાથ ધરી હતી, જેમાં 101 દાવેદારો એ ટિકિટની માંગ કરી હતી.

ભારતીય જનતા પાર્ટીના ત્રણ નિરીક્ષકો સૌરભ પટેલ, અશોક ધોરાજીયા તેમજ જયશ્રી દેસાઈની ઉપસ્થિતિમાં  મહીસાગર જિલ્લાની ત્રણ વિધાનસભા લુણાવાડા, બાલાસિનોર અને સંતરામપુર બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં લુણાવાડા વિધાનસભા માટે સૌથી વધુ 52 ઉમેદવાર, બાલાસિનોરમાં 40 ઉમેદવાર જ્યારે સૌથી સંતરામપુરમાં સૌથી ઓછા 9 ઉમેદવારો એ ટિકિટની માંગ કરી છે.આ તમામ ઉમેદવારોને નિરિક્ષકો દ્વારા સાંભળવામાં આવ્યા હતા.હવે  વિસ્તૃત અહેવાલ તૈયાર કરીને નિરીક્ષકો પ્રદેશ પર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે અને ત્યારબાદ ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે.