અસાધ્ય રોગથી પિડાતા કાળજાના કટકા માટે પિતાએ પીએમ મોદી પાસે ઈચ્છા મૃત્યુ માંગ્યુ

બુધવાર, 15 નવેમ્બર 2017 (17:15 IST)

Widgets Magazine
euthanasia


અસાધ્ય બીમારીથી પીડાતા પોતાના દીકરાના ઈચ્છા મૃત્યુ માટે સાવરકુંડલાના દિનેશભાઈ મૈસુર્યાએ એક જ વર્ષમાં પીએમને ફરી પત્ર લખ્યો છે. આ વખતે તેમણે પત્ર દીકરાની સારવારમાં કોઈ કચાશની ફરિયાદ કરવા નહીં, પરંતુ પોતાના દીકરાને દયા મૃત્યુ આપવાની વિનંતી કરવા લખ્યો છે. મગજની અસાધ્ય બીમારીથી પીડાતા દીકરાને રોજેરોજ દર્દથી કણસતો જોવો આ મા-બાપ માટે અસહ્ય બની રહ્યું છે. 

તેમના દીકરાને દર 10 મિનિટે જોરદાર આંચકી આવે છે. દિનેશભાઈનો 12 વર્ષનો દીકરો પાર્થ સબક્યુટ સ્ક્લેરોસિંગ પેનીનેસ્કિફાલિટીસ (SSPE)થી પીડાય છે, જે મગજનો દુર્લભ રોગ છે. જેના કારણે દર્દીને અચાનક આંચકી આવતી રહે છે, અને દર્દીનો પોતાના હાથપગના હલનચલન પર કોઈ કાબૂ નથી રહેતો.  આ પરિવારે પીએમ મોદીને મદદ માટે પત્ર લખ્યો ત્યાર બાદ પીએમ ઓફિસની સૂચના બાદ પાર્થને દિલ્હી સ્થિત એઈમ્સમાં સારવાર માટે લઈ જવાયો હતો.  ડોક્ટરોનું કહેવું છે કે, પાર્થને જે રોગ થયો છે તેનો કોઈ ઈલાજ નથી.  દિનેશભાઈ જણાવે છે કે, ‘મેં પાર્થને ડોક્ટરોને રિસર્ચ માટે સોંપી દીધો છે, જેથી તેઓ આ રોગની દવા તૈયાર કરી શકે. જોકે, તેની કોઈ દવા હાલ ઉપલબ્ધ ન હોવાથી મેં પાર્થ માટે દયા મૃત્યુની માગ કરી છે.’ પરંતુ, દેશના કાયદા અનુસાર, ઈચ્છા મૃત્યુને કોઈ અવકાશ નથી. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો, વિજય કેલ્લાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું

કોંગ્રેસના નેતા વિજય કેલ્લાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. વિજય કેલ્લાએ કોંગ્રેસના ...

news

રસગુલ્લાની જંગ - જાણો બંગાળે કયા તર્ક દ્વારા ઓડિશા પર જીત મેળવી

પશ્ચિમ બંગાળે ઓડિશા પર રસગુલ્લાની જંગ છેવટે જીતી લીધી. રસગુલ્લાને લઈને બંને રાજ્યોએ અનેક ...

news

ધોરાજી-ઉપલેટા બેઠક પર પાટીદાર અને ઈતર સમાજ ભાજપને ભારે પડશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીના કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે દર વખતે ભાજપ-કૉંગ્રેસ વચ્ચે જ ...

news

સુરતમાં કોંગ્રેસ વિરૂદ્ધ બેનરો લગાવાયાં, ટિકીટ નહીં ફાળવવાની ચર્ચાઓ વિરોધ જગાવ્યો

કોંગ્રેસ પક્ષ દ્વારા દક્ષિણ ગુજરાતની એક પણ બેઠક પરથી મુસ્લિમને ટિકિટની ફાળવણી કરવામાં ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine