ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 22 જાન્યુઆરી 2021 (21:44 IST)

ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના આવેદનપત્રો તા. ૨૦મી ફેબ્રુઆરી સુધીમાં ભરી શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યશમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ખાતે નોંધાયેલ રાજયની તમામ વિજ્ઞાન પ્રવાહ ધરાવતી ઉચ્ચ્તર માધ્યશમિક શાળાઓના સંચાલકો, આચાર્યો, શિક્ષકો, વહીવટી કર્મચારીઓ અને વાલીઓ તથા વિદ્યાર્થીઓને ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહની વર્ષ-૨૦૨૧ની બોડર્ની જાહેર પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઇન આગામી તા. ૨૦/૨/૨૦૨૧ના રોજ રાત્રીના ૧૨-૦૦ કલાક સુધી બોર્ડની વેબસાઇટ gseb.org પરથી ભરી શકાશે જેની સંબંધિત તમામને નોંધ લઇ સમયમર્યાદામાં આવેદનપત્રો ભરવા જણાવવામાં આવ્યું છે.
 
ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહના તમામ નિયમિત તથા રીપીટર વિદ્યાર્થીઓના આવેદન-પત્રો ફરજિયાત ઓનલઇાન ભરવાના રહેશે જેની જરૂરી વિગતો બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવ્યું હોવાનું ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચોતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ.પટેલે એક યાદી દ્વારા જણાવ્યું છે.