શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 જાન્યુઆરી 2020 (18:33 IST)

સુપ્રીમ કોર્ટે સરદારપુરા રમખાણોના 17 આરોપીને આપ્યા જામીન, કરવી પડશે સામુહિક સેવા

સુપ્રીમ કોર્ટે ગોધરા કાંડ બાદ વર્ષ 2002માં સરદારપુરામાં ભડકેલા રમખાણોમાં 17 આરોપીઓને આજે સશર્ત જામીન આપ્યા છે. આ ઘટનામાં 33 મુસ્લિમોને જીવતા સળગાવી દીધા હતા. સુપ્રીમ કોર્ટે તેમને મધ્ય પ્રદેશ જતાં અને ત્યાં સામુહિક સેવા કરવાનો આદેશ આપ્યો છે. 
 
મુખ્ય ન્યાયાધીશ એસ એ બોબડે, ન્યાયમૂર્તિ બી આર ગવઇ અને ન્યાયમૂર્તિ સૂર્યકાંતની પીઠે દોષીઓને બે ગ્રુપમાં વેચી દીધા અને કહ્યું કે એક ગ્રુપ ગુજરાતની બહાર નિકળશે અને બીજું મધ્યપ્રદેશ ઇન્દોરમાં રહેશે. પીઠે કહ્યું કે દોષીઓના બીજા ગ્રુપને મધ્યપ્રદેશના જબલપુર જવું પડશે. 
 
સરદારપુરા રમખાણોમાં ઉંમરકેદની સજા પ્રાપ્ત કરનાર આરોપીઓને ગુજરાત હાઇકોર્ટે ચૂકાદા વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જામીન અરજીની શરતો હેઠળ તમામ દોષીઓને દર અઠવાડિયે છ કલાક સામુહિક સેવા કરવી પડશે. આ ઉપરાંત તેમને દર અઠવાડિયે સ્થાનિક પોલીસ મથકમાં હાજર થવું પડશે.   
 
સુપ્રીમ કોર્ટના ઇન્દોર અને જબલપુરમાં ડીલએસએને આ સુનિશ્વિત કરવાના નિર્દેશ આપ્યા છે કે દોશી જામીનની શરતોનું સખત પાલન કરે. તેને ડીએલએસએને દોષીઓની આજીવિકા માટે યોગ્ય રોજગાર શોધવામાં મદદ કરવાના પણ નિર્દેશ આપ્યા. 
 
સાથે જ સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશ કાનૂની સેવા ટ્રિબ્યુનલને ત્રણ મહિના બાદ એક રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે, જેમાં બતાવવું પડશે કે દોષીઓને શરતોનું પાલન કર્યું કે નહી. તે પહેલાં ગુજરાત હાઇકોર્ટે ગોધરા કાંડ બાદ થયા સરદારપુર રમખાણોમાં 14ને મુક્ત અને 17ને દોષી ગણવામાં આવ્યા હતા.