ભારે પવનના લીધે 15 બોટ ડૂબી, લાપતા માછીમારોમાંથી 4નો બચાવ
હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે આગામી 30 નવેમ્બરથી આગામી બે દિવસ દરમિયાન અમદાવાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ અને માવઠા એટલે કે કમોસમી વરસાદની આગાહી છે. ત્યારે રાજ્યના અનેક ભાગોમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ત્યારે ગીર સોમનાથના દરિયામાં 15 જેટલી બોટ ડૂબી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તથા 15 જેટલા માછીમારો ગુમ થયા હોવાના હતા જેમાંથી હાલ 4 માછીમારોને બચાવી લેવાયા હોવાની માહિતી સાંપડી છે.