1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 28 જુલાઈ 2023 (18:49 IST)

વડોદરામાં ડોક્ટરો આશ્ચર્યચકિતઃ દર્દીના પિતાશયમાંથી 1628 પથરીઓ નીકળી

1628 Stones from the patient's uterus
1628 Stones from the patient's uterus
વડોદરા શહેરમાં દર્દીના પિતાશયમાંથી રેકોર્ડ બ્રેક 1628 પથરી નીકળી હોવાની ઘટના સામે આવી છે. દર્દીના પિતાશયમાંથી આટલી મોટી સંખ્યામાં પથરીઓ નીકળતા ડોક્ટરો પણ અચંબિત થઇ ગયા હતા. જો કે, શરીરમાં આટલી પથરીઓ હોવા છતા પણ દર્દીને અન્ય કોઈ ગંભીર સમસ્યા થઈ નથી અને હાલ ઓપરેશન પછી તે એકદમ તંદુરસ્ત છે.
1628 Stones from the patient's uterus
1628 Stones from the patient's uterus

વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં રહેતા 35 વર્ષીય મોહંમદ ખલીક પઠાણ ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના પિત્તાશયમાં પથરી હોવાની જાણ થતા તે તુરંત જ તેના નિદાન માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. અહીં લેપ્રોસ્કોપિક સર્જન દ્વારા તેના પિત્તાશયની પથરી લેપ્રોસ્કોપિક સર્જરીથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને ગુરૂવારે યુવાન ઉપર શસ્ત્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પિત્તાશયમાંથી 1628 જેટલી પથરીઓ દૂર કરવામાં આવી હતી. આટલી મોટી સંખ્યામાં પથરીઓ દૂર કરી તેવો પ્રથમ કિસ્સો મેડિકલ ઇતિહાસમાં જોવા મળ્યો છે. લેપ્રોસ્કોપિક સર્જન ડૉ. લલીત મછાર, ડૉક્ટર જીતેન્દ્ર મિસ્ત્રી અને એનેસ્થેટીસ ડૉ. તુષાર ચોકસીએ આ ઓપરેશનને પાર પાડ્યુ હતું.ખાસ કરીને પિત્તાશયમાં પથરી થવા પાછળના કારણોમાં ચરબી, માંસાહાર અને ફાસ્ટફુડનો વધુ પડતો આહાર કારણભૂત હોવાનું તબીબો માને છે. આ ઉપરાંત ચયાપચયની પ્રક્રિયામાં ઉભા થયેલા અવરોધના કારણે પિત્તાશયમાં પથરી થાય છે. લેપ્રોસ્કોપિક સર્જરી થકી દૂર કરાયેલી પથરી ગણવામાં સ્ટાફને 3 કલાક ઉપરાંતનો સમય લાગ્યો હતો. જ્યારે લેપ્રોસ્કોપિક સર્જરી કરવામાં 2 કલાક જેટલો સમય લાગ્યો હતો. હાલ મોહંમદ ખલીક પઠાણની તબિયત સુધારા પર છે અને તે એકદમ તંદુરસ્ત છે.