1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 15 માર્ચ 2020 (10:15 IST)

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝાટકો, 2 ધારાસભ્યએ આપ્યું રાજીનામું

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝાટકો, 2 ધારાસભ્યએ આપ્યું રાજીનામું
 
રાજ્યસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે ત્યારે હોર્સ ટ્રેડિંગના ડરના કારણે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને જયપુરના શિવ વિલાસ રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા છે. ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી આગામી 26મી માર્ચે યોજાવવાની છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે
 
કોંગ્રેસના લીમડીના ધારાસભ્ય સોમા પટેલે રાજીનામું આપ્યું છે. સોમા પટેલે રાત્રે લગભગ 12થી 12.30 વાગ્યા દરમિયાન રાજીનામું આપ્યું હોવાના સમાચાર મળ્યા છે. સાથે જ એવી પણ માહિતી મળી છે કે રાજીનામું આપ્યા બાદ સોમા પટેલ પ્રદીપસિંહને પણ મળ્યા હતા. એવા પણ સમાચાર છે કે ધારીના MLA જે.વી.કાકડીયાએ પણ રાજીનામું આપ્યું છે. જો કે આ અંગે હાલ સ્પષ્ટ માહિતી નથી
 
સુત્રો તરફથી એવી પણ માહિતી મળી રહી છે કે કોંગ્રેસના 3 જેટલા ધારાસભ્યો રાજીનામું આપે તેવી શકયતા છે. કોંગ્રેસે 20 ધારાસભ્યોને જયપુર મોક્લયા છે. 10 થી 12 ધારાસભ્યોને આજે જયપુર મોકલશે અને 30 જેટલા ધારાસભ્યો ગુજરાતમાં જ રહેવાના છે. આગામી 26મી માર્ચે યોજાનારી ચૂંટણી માટે શાસક પક્ષ ભાજપે નરહરિ અમીનને ત્રીજા ઉમેદવાર તરીકે મૂકતાં તડજોડ અને ધારાસભ્યોના ખરીદ-વેચાણની શક્યતાઓ ઊભી કરી દીધી છે. ભાજપ સ્વાભાવિક રીતે જ ખૂટતા ઉમેદવાર માટે, કોંગ્રેસના સભ્યોને ક્રોસવોટિંગ માટે અજમાવે તેવી દહેશતના પગલે કોંગ્રેસના ધારાસભ્યોને રાજસ્થાન મોકલી દેવાનો નિર્ણય લેવાયો છે