ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 5 મે 2023 (17:54 IST)

દક્ષિણ આફ્રિકાથી કાર્ગો વિમાનમાં 20 હરણ અને સાબર લવાયાં

20 bucks and saber brought in cargo plane from South Africa
ઝૂઓલૉજિકલ રેસ્ક્યૂ એન્ડ રિહેલિબિટેશન કિંગડમ નામે જામનગરના લાલપુર તાલુકામાં 280 એકરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) દ્વારા ગુજરાતમાં બની રહેલા આ પ્રથમ પ્રાઇવેટ ઝૂમાં વિદેશથી વિવિધ પ્રાણીઓ લાવવામાં આવી રહ્યા છે. અહીં નાઇટ સફારીનો લુત્ફ પણ ઉઠાવી શકાશે.

આ પ્રોજક્ટ ઝડપી પૂર્ણ કરવા પુરજોશમાં કામગીરી ચાલી રહી છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે ગુરૂવારે દક્ષિણ આફ્રિકાથી જમ્બો કાર્ગો વિમાનમાં 11 જેટલા સ્પેશિયલ બોક્સમાં 20 જેટલા હરણ-સાબર લાવવામાં આવ્યા હતા.એક વર્ષમાં સાતમાં કાર્ગો વિમાનમાં આજે 20 પ્રાણીઓ સાથે 270 પ્રાણીઓનું આગમન થઇ ચૂક્યું છે. અમદાવાદ એરપોર્ટ પર અગાઉ 10 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકાથી 39 મન્કીઝ-ચિન્પાન્ઝી આવ્યા હતા. અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટ પર દક્ષિણ આફ્રિકાથી અગાઉ 10 મહિનામાં છ કાર્ગો વિમાનમાં 250 જુદાજુદા પ્રાણીઓ આવી ચુક્યા છે.

પ્રાણીઓને લઇ બીજું વિમાન અમદાવાદ એરપોર્ટ ખાતે 11મીએ આવશે. વિમાનમાં પ્રાણીઓને કોઇ તકલીફ ન પડે માટે યોગ્ય તાપમાન જાળવવામાં આવ્યું હતું. તેમને ખાવા માટે વિમાનમાં ઘાસચારો પણ લાવામાં આવ્યો હતો. આ તમામ પ્રાણીઓનું અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ ક્લીયરન્સ કરાયું હતુ. દરમિયાન આ વિમાન પ્રાણીઓેને લઇ જામનગર ખાતે પહોંચ્યું હતું.