મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 21 ફેબ્રુઆરી 2022 (15:56 IST)

પાટણ ડીસા હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત, 3ના મોત

રાજ્યમાં માર્ગ અકસ્માતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. આવો જ એક ગંભીર અકસ્માત આજે બનવા પામ્યો છે.  પાટણ ડીસા હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 3 લોકોના કરૂણ મોત થયા છે. આ અકસ્માત એટલો ગંભીર રીતે સર્જાયો હતો કે ઘટના સ્થળેજ ત્રણેય લોકોના કરૂણ મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. 
 
રેવચી ગામે રહેતા દેસાઈ પરિવારને આ અકસ્માત નડ્યો છે. જેમા 3 લોકોના મોત થયા મૃતકો સંબંધમાં માતા પુત્રી અને પુત્ર હોવાનું સામે આવ્યું છે. જેથી આ ગમખ્વાર અકસ્માતને કારણે રેવચી ગામમાં પણ શોકનો માહોલ ફેલાઈ ગયો છે. 
 
બાઈક અને ડમ્પર વચ્ચે આ અકસ્માત સર્જાયો જેમા 3 લોકોના કરૂણ મોત થયા છે. મૃતકો સંબંધમાં માતા પુત્ર અને પુત્રી થતા હોવાનું સામે આવ્યું છે. મૃતકો દેસાઈ પરિવારના હતા અને રેવાચી ગામે રહેતા હતા. જેથી તેમના મોતને કારણે ગામમાં પણ શોકનો માહોલ ફેલાઈ ગયો છે