શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 10 માર્ચ 2022 (18:17 IST)

કોરોનામાં માસ્કના દંડ પેટે રાજ્ય સરકારે બે વર્ષમા 250 કરોડ રૂપિયા વસૂલ્યા

કોરોના મહામારી માર્ચ 2020થી ભારતમાં ફેલાઈ હતી. ગુજરાતમાં પણ તેના કેસ વકરતા રાજ્ય સરકારે અનેક ગાઈડલાઈન અમલમાં લાવી હતી. જેના ભાગ પેટે કોરોનાકાળમાં કરફ્યુ સિવાયના સમયમાં માસ્ક વગર બહાર નીકળનારા પાસેથી દંડ લેવામાં આવતો હતો. ગુજરાત સરકારે ગૃહમાં આપેલ માહિતી અનુસાર પોલીસે બે વર્ષમાં 249 કરોડ 90 લાખ 61 હજાર 20 રુપિયાનો દંડ વસૂલ્યો છે. છેલ્લા બે વર્ષમાં માસ્ક પહેરવાના નિયમનો ભંગ કરનાર 36,26,572 વ્યક્તિઓ પાસેથી 250 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. જે ટ્રાફિક નિયમના ભંગ કરતા સાડા ત્રણ ગણો વધુ છે. જ્યારે 2019થી 2021 દરમિયાન ગુજરાતમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વાહન ચાલકો પાસેથી કુલ રૂા.70 કરોડ 80 લાખ 2 હજારનો 258 દંડ વસૂલવામાં આવ્યો હતો.
 
અમદાવાદના સૌથી વધુ 7 લાખ 73 હજાર 938 લોકો માસ્ક ન પહેરવા બદલ દંડાયા છે. જેના માટે કુલ 59 કરોડ 85 લાખ 74 હજાર 650 રુપિયાનો દંડ ભર્યો છે. 
 
52,907 લોકોએ સ્થળ પર દંડ ના ભર્યો 
 
સૌથી વધુ બરોડામાં 15,999 લોકોએ માસ્કનો દંડ સ્થળ પર ના ભર્યો