સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ , મંગળવાર, 27 જુલાઈ 2021 (20:09 IST)

અમદાવાદમાં આજે 44670 લોકોને વેકસીન આપવામાં આવી

કોરોનાની બીજા લહેર બાદ હવે ત્રીજી લહેરથી બચવા માટે અમદાવાદ શહેરમાં વેકસીનેશન ચાલી રહ્યું છે. અમદાવાદ શહેરમાં 400 જેટલા વેકસીનેશન કેન્દ્રો જાહેર કર્યા છે. અમદાવાદમાં આજે મંગળવારે 44670 લોકોને વેકસીન આપવામાં આવી હતી. જેમાં 25690 પુરુષ અને 18980 મહિલાઓએ વેકસીન લીધી હતી. 18થી 44 વય જૂથના 26149 અને 45 વર્ષ ઉપરના 13399 લોકોને વેકસીન અપાઈ હતી. 60 વર્ષથી ઉપરના 3072 લોકોને જ વેકસીન આપવામાં આવી હતી. આવતીકાલે બુધવારે અમદાવાદમાં વેકસીનેશન બંધ રહેવાનું છે.
 
નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓફ ઇમ્યુનાઇઝેશનની ભલામણ કેન્દ્ર સરકાર દ્વારા તમામ સર્ગભા સ્ત્રીઓને સ્વૈચ્છિક મંજુરીથી કોરોના વેકસીન આપવાની મંજૂરી આપવામાં આવી છે. જેના પગલે અમદાવાદ શહેરમાં પણ તમામ અર્બન હેલ્થ સેન્ટર પર સગર્ભા સ્ત્રીઓને વેકસીન આપવાની શરૂઆત કરાઈ છે. આજે મંગળવારે કુલ 7 ઝોનમાં 42 સગર્ભા મહિલાઓને વેકસીન આપવામાં આવી હતી. જેમાં મધ્ય ઝોનમાં 1 અને પૂર્વ ઝોનમાં 9, ઉત્તર ઝોનમાં 5, દક્ષિણ ઝોનમાં 18, પશ્ચિમ ઝોનમાં 3, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 5 મહિલાઓ વેકસીન લીધી હતી.